વેપાર-ઉદ્યોગના પ્રશ્નો માટે ગાંધીધામમાં જીએસટી વિભાગ યોગ્ય પ્રયાસ કરશે

ગાંધીધામ, તા. 21 : તાજેતરમાં  ગાંધીધામ ચેમ્બરમાં  નવનિયુકત પદાધિકારીઓની ગાંધીધામ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં  જી.એસ.ટી. વિભાગ  દ્વારા તાજેતરમાં  શરૂ કરવામાં આવેલી સેવા  સહિતના મુદે વિગતોઅપાઈ હતી.પ્રારંભમાં રામ વીસનોઈ (જોઈન્ટ કમિશનર) અને રાકેશકુમાર જૈને(જોઈન્ટ કમિશનર સી.જી.એસ.ટી. વિભાગ  ગાંધીધામ) સ્વાગતવિધી કરી હતી. આ વેળાએ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ આદિલ શેઠના, મંત્રી મહેશભાઈ તિથાર્ણી હાજર રહયા હતા.  આ વેળાએ જી.એસ.ટી. વિભાગ દ્વારા   તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ટેડ ફેસીલાઈઝેશન સેન્ટરની વિગતો અપાઈ હતી. આ હેલ્પ સેન્ટરમાં  કરદાતાઓને નોંધણી, રીફંડ, રદ થયેલી નોંધણી તથા  જી.એસ.ટી. કાયદાના  નિયમો  તથા તાજેતરમાં આવેલા નવા નિયમોની માહિતી મળી રહેશે તેવુ અધિકારીઓએ જણાવ્યુ હતું. દરમ્યાનમંત્રી મહેશભાઈ તિથાર્ણીએ નાના પરિવહનકારોની શો કોઝ નોટીસનો ઝડપથી નિકાલ કરવા અનુરોધ કર્યો હતો. જીએસટી  વિભાગે કહયુ હતુ કે આ નોટીસોના ઝડપી નિકાલ અર્થે કરદાતાઓ પોતાના બચાવને લગતા દસ્તાવેજો ઝડપથી રજૂ કરશે તો નિકાલ થઈ જશે.   છેલ્લા એક વર્ષથી  પહેલા તથા 31 માર્ચ 2022 પહેલાની  પડતર નોટીસનો  ઝડપભેર નિકાલ કરવાની  ઉપસ્થિત કમિશનરે હૈયાધારણ આપી હતી. આપતિજનક સ્થિતિને મોરેટોરિયમના વ્યાજ અંગે અવધીમાં વધારો, પેટ્રોલ -ડિઝલ ઉપર એકસાઈઝ ડયુટીમાં ઘટાડો, કોરોનાને સંલગ્ન દવાઓ અને સાધનો  ઉપર સીજીએસટીનો ઘટાડો  સહિતની  બાબતો અંગે પણ માહિતી અપાઈ હતી. સીજીએસટી એકટ-2017 અને સીજીએસટી રૂલ-2017  તા.1 જાન્યુઆરી-2022થી અમલમાં આવ્યો છે.  આ અંગે વ્યાપાર-ઉદ્યોગકારોને માહિતીગાર કરાયા હતા.  જીએસટી  વિભાગને સંલગ્ન પ્રશ્નોને લઈને ટેડ અને ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધીઓ સાથે પુન: તા.22/1ના ચેમ્બર ભવન ખાતે બેઠક યોજવા જણાવ્યુ હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer