વિશ્વ ધરોહર ધોળાવીરા-ધોરડો પ્રવાસીઓથી ધમધમી ઉઠયાં

વિશ્વ ધરોહર ધોળાવીરા-ધોરડો પ્રવાસીઓથી ધમધમી ઉઠયાં
રાપર, તા. 15 : મકરસંક્રાંતીની રજાના દિવસે પ્રવાસનના સ્થળોએ લોકો ઉમટી પડયા હતા. ત્યારે વિશ્વધરોહર ધોળાવીરા અને ધોરડો ખાતે પણ  પ્રવાસીઓની નોંધપાત્ર હાજરી જણાઈ હતી. કોરોનાની ત્રીજી લહેરના કારણે ધોળાવીરામાં પ્રવાસીઓએ કરાવેલા એડવાન્સ બુકીંગ હાલ તો રદ થઈ રહ્યા છે પરંતુ ઉતરાયણ પર્વે કચ્છના સ્થાનિક લોકોએ મુલાકાત લઈને વિશ્વધરોહરને નિહાળી હતી.લગભગ પ્રવાસીઓ  નવા બનેલા ખાવડા રોડ ઉપરથી જ આવ્યા હતા. ગુજરાત બહારના પ્રવાસીઓની હાજરી નહીવત જેવી હતી. અંદાજે 2000 જેટલા પ્રવાસીઓએ ગઈકાલે મુલાકાત લેતા કોરોનાની લહેરના કારણે સુમસામ ભાસતુ હડપ્પન નગર લોકોની અવરજવરથી ધમધમ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ધોળાવીરા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર થયા બાદ મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer