આરોગ્યનાં ક્ષેત્ર માટે માધાપર ગામનાં મહિલા દાતા દ્વારા પાંચ લાખનું દાન

આરોગ્યનાં ક્ષેત્ર માટે માધાપર ગામનાં મહિલા દાતા દ્વારા પાંચ લાખનું દાન
કેરા (તા. ભુજ), તા. 15 : જેનું આગામી એપ્રિલ-22માં ઉદ્ઘાટન થવાનું છે તે કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પાંચ લાખના દાનનો ચેક અપાયો હતો. માધાપરના મહિલા દાતા દેવુબેન નાનજી માધપરિયારદ્વારા સ્વ. રવજી હરજી માધાપરિયા અને સ્વ. નાનજી હરજી માધાપરિયા બંધુઓના સ્મરણાર્થે પાંચ લાખ રૂપિયાનું દાન અપાયું હતું. ટ્રસ્ટ વતી ચેક સ્વીકારતા અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ દાતા પરિવારના વતનપ્રેમ અને સેવાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છી લેવા પટેલ સમાજની આરોગ્ય પ્રવૃત્તિમાં માધાપર ગામ અગ્રિમ રહેતું આવ્યું છે. આગામી દિવસોમાં `અમારું ગામ, અમારી સેવા' અભિયાન હેઠળ માધાપર ગામમાંથી ઘર ઘર સહયોગ સંગાથે રાષ્ટ્રીયહિતના કાર્યોમાં જેનં નામ સુવર્ણાક્ષરે અંકિત છે. તેવું માધાપર ગામ આરોગ્ય ક્ષેત્રે સાર્વજનિક સેવામાં શિરમોર રહે તેવી ભાવના સમાજે વ્યક્ત કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer