ડીપીટી બાકી કર્મચારીઓને રહેણાંક પ્લોટો ફાળવશે તો વિકાસને વેગ

ગાંધીધામ, તા. 15 : ડીપીટીના કર્મચારીઓ અને અધિકારીવર્ગને પ્લોટ ફાળવવા અંગે ગાંધીધામના ધારાસભ્યે  સંબંધિતો સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ  શિપીંગ  અને બંદર વિભાગનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી, ડીપીટી ચેરમેન, કચ્છના સાંસદનેલેખિતરજૂઆત કરી હતી. સમુદ્રી તોફાન, અતિવૃષ્ટી, ધરતીકંપ, કોરોના કાર્યકાળ સહિતની  વિપરીત પરિસ્થિતિઓમાં  કર્મચારીઓ ફરજ બજાવી દેશના વિકાસમાં ફાળો આપી રહયા છે.કર્મચારીઓને પ્લોટ ફાળવણીથી સંકુલનો વિકાસ થશે  અને પોર્ટની  પડી રહેલી ફાજલ  જમીનનો સદઉપયોગ થશે. રહેણાંક બાંધકામમાં મકાનોના  બાંધકામ થવાથી રોજગારીમાં પણ  વધારો   થશે  તેમજ  સરકારને પણ નોંધણી ફી, સ્ટેમ્પ ડયુટી તેમજ અન્ય  કરવેરાનો લાભ મળશે.ભુતકાળના સમયમાં વર્ષ1978માં શકિતનગર વિસ્તારમાં, વર્ષ 1984માં અપનાનગરમાં ત્રણ વખત, વર્ષ 1999માં સપનાનગરમાં  રહેણાંક હેતુસર જમીન ફાળવણી કરાઈ હતી. છેલ્લા  21-22 વર્ષમાં કર્મચારીઓને પ્લોટ ફાળવણી કરાઈ નથી. આ અંગે યોગ્ય કરવા તેમણે માંગ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer