રાપર તાલુકાની 33 ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની બિનહરીફ વરણી થઈ

રાપર, તા. 15 : તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજથી ઉપસરપંચની વરણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે 45માંથી 33 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ ઉપસરપંચની વરણી થઈ હતી.રાપર તાલુકા વિકાસ અધિકારી કે.વી.મોઢેરા, આંકડા અધિકારી ડી.જે.ચાવડા, બાંધકામ વિભાગના ઈલેવનસિંહ રાજપૂત, હરેશ પરમાર, વિસ્તરણ અધિકારી બી.પી. ગુસાઈ, નાયબ મામલતદાર મહેશ ઠક્કરે જુદી જુદી ગ્રામ પંચાયતોમાં  અધિકારી તરીકે જવાબદારી નિભાવી હતી.  વિવિધ પંચાયતો પૈકી  સવિબાઈ રણમલ કોલી (કાનમેર), વીરા જેઠા સોઢા (ભીમાસર), બાઉબેન દેવા ભરવાડ (ગાગોદર), ગોમીબેન રામાભાઈ મકવાણા (શિરાનીવાંઢ), દિલીપસિંહ કરસનસિંહ જાડેજા (નીલપર), ડાયા રાજા કોલી (ધાડધ્રો), અકબર સિદિક ભટ્ટી (આડેસર), મેઘજી ભીમા ભાઈ (થોરિયારી), રતનબેન જીવરાજ પટેલ (માણાબા), રંભીબેન માવજી કોલી (વણોઈવાંઢ), ગોમીબેન હાજા કોલી (ગવરીપર), મધુબેન શાંતિદાસ સાધુ (સાય), રવિરાજસિંહ બાપાલાલ જાડેજા (ઘાણીથર), સંતોકબેન નાનજી બ્રાહ્મણ (વરણુ), બાબુભાઈ માલાભાઈ ચાવડા (જદુપર, ભંગેરા), ગોરીબાઈ સુરા રાજપૂત (હમીરપર નાની), રામજી જીવણ કોલી (લખાગઢ), ઈમરાન સુરા સમેજા (નાંદા-બામણસર), મામદ સુલેમાન હિંગોરજા (ટગા), મૂરીબેન બાબુભાઈ ચાવડા (પલાંસવા), વિસાભાઈ ગેલાભાઈ કોલી (અમરાપર), અમરાભાઈ રણછોડ કોલી (પગીવાંઢ), પ્રદીપસિંહ કિરીટસિંહ ચૂડાસમા (ત્રંબો), ઘણીબેન તુલસીભાઈ વાઘાણી (ભુટકિયા), રાણા રામા પરસોડ (વલ્લભપર), કેશવલાલ ગેલારામ લોદરિયા (પદમપર), પરેશ નાનજી ઠાકોર (મેવાસા), દેવાભાઈ ઝીણાભાઈ કોલી (ખાનપર), દિલીપકુમાર રાયશીભાઈ કોલી  (પેથાપર), બાબુભાઈ કુંભાભાઈ પરમાર (કીડિયાનગર), હરેશભાઈ ભચુ ભાસરિયા (કાનપર),માનુભાઈ ભોજાભાઈ (સોનલવા), ગોમીબેન ગોપારા ગાંધી (દેશલપર)ની બિનહરીફ વરણી થઈ હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer