જિલ્લામાં અપમૃત્યુના બનાવમાં પાચ જણાએ જીવ ગુમાવ્યા

ગાંધીધામ, તા. 15 : કચ્છમાં અકસ્માત મોતના જુદા જુદા બનાવમાં એક આધેડ સહીત પાંચ  જણાના મોત નીપજયા હતાં. અંજારમાં અગ્નિસ્નાન કરનારા દાઉદ સુલેમાન નોડે (ઉ.વ.50)નું અને ગાંધીધામમાં બેભાન હાલતમાં મળી આવેલા અજ્ઞાત પુરૂષનું સારવાર દરમ્યાન    અમદાવાદ ખાતે મોત નીપજયું હતું. બીજી બાજુ ગાંધીધામના એસ.ટી બસ સ્ટેશનના બાથરૂમમાં કામર કરતા પર પ્રાંતિય શ્રમિક રંજન પ્રસાદસિંગ રણધીરપ્રસાદસિંગનું મોત નીપજયું હતું. જયારે મમુઆરા ગામની સીમમાં ટ્રેકટર તળે ચગદાઈ જતા ખેતમજુર પોપટલાલ નાનસિંગ ભગાનનું તત્કાળ મોત નીપજયું હતું. જયારે નખત્રાણા તાલુકાના રાયધપજર ગામમાં બેભાન હાલતમાં આધેડ સોનાભાઈ પેથાભાઈ રબારીએ દમ તોડી દીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અંજારમાં દેવળીયા નાકા વિસ્તારમાં રહેતા હતભાગી આધેડે ગત તા. 4 ડીસેમ્બરના બપોરના અરસામાં બાથરૂમમાં કલરકામ કરતા હતાં. આ દરમ્યાન અચાનક કોઈ પણ કારણોસર ટર્પેન્ટાઈનથી પોતાના શરીરે આગ લગાવી હતી. ગભીંર રીતે દાઝી જતા તેમને સારવાર માટે  ભુજ બાદ તાકીદની સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતા ગત તા. 7 ડીસેમ્બરના તેમણે દમ તોડી દીધો હતો.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં રેલવે સ્ટેશનની સામે પુલ નીચે અંદાજે 45 વર્ષની વયનો અજ્ઞાત  યુવાન ગત તા. 31ના બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને ભુજ બાદ વધુ સારવાર માટે અમદાવાદ લવાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન ગત તા. 1ના બેભાન હાલતમાં જ તેણે દમ  તોડી દીધો હતો.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામના એઁસ.ટી બસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 14ના  બપોરે 3.10 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી પરપ્રાંતીય શ્રમિક બાથરૂમમાં કામ કરતો હતો. આ દરમ્યાન અચાનક બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ  ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બી.ડીવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.  ભુજ તાલુકાના મમુઆરા ગામની સીમમાં અકસ્માત મોતનો બનાવ ગત રાત્રીના 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. નાડાપા વાડી વિસ્તારમાં ખેતમજુર માટી ભરેલું ટ્રેકટર લઈને જતો હતે. આ  દરમ્યાન સામેથી  વાહન આવતા ટ્રેકટરને સાઈડમાં કરવા ગયો હતો. આ દરમ્યાન અકસ્માતે  નદીમાં પટકાયેલા ટ્રેકટર તળે  ચાલક દબાઈ ગયો હતો. ગંભીર ઈજાઓથી તેનું તત્કાળ મોત નીપજયું હતું.  બીજી બાજુ અબડાસા તાલુકાના રાયધણજર ગામના બનાવ અંગે મળતી વિગતો મુજબ  ઈબ્રાહીમ હાલેપોત્રાના ભેડીયામાં ચોકીદાર તરીકે કામ કરતા  આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા.  મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ બહાર આવશે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer