જોધરાઈવાંઢમાં બંદૂક સાથે શખ્સને પોલીસે પાંજરે પૂર્યો

રાપર, તા. 15 : તાલુકાના જોધરાઈવાંઢ વિસ્તારમાં પોલીસે દેશી બંદૂક સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો.  પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ બાતમીના આધારે બાલાસર પોલીસની ટુકડીએ પેટ્રોલિંગ દરમ્યાન ગત તા.14ના બપોરના અરસામાં આ કાર્યવાહી કરી હતી. આરોપી મહેશ જવા અખિયાણી (કોલી)ના કબ્જામાંથી પોલીસે રૂા. 500ની કિંમતની હાથ બનાવટની બંદૂક કબ્જે કરી હતી. કયાંથી બંદૂક લાવ્યોહતો તેની કડી મેળવવા તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરીમાં બાલાસર પી.એસ.આઈ ડી.આર.ગઢવી, અમરસંગ મોરી, જેઠાભાઈ મુસાર, નટુજી ઠાકોર, અશોક સોલંકી વિગેરે જોડાયા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer