મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતનો પરિપત્ર આખરે રદ

ભુજ, તા. 15 : તાજેતરમાં કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ ફરજિયાતપણે જે શાળાના સિનિયર શિક્ષકને લેવા અને ચાર્જ ન લેનાર શિક્ષકને તેના ખાનગી અહેવાલમાં તેની નોંધ?કરવાની તેમજ ઉચ્ચતર પગાર ધોરણ / બઢતી અટકાવવાની કે પરત લેવાની ચીમકી આપવામાં આવી હતી.આ પત્રના કારણે સંબંધિત શિક્ષકોમાં ચિંતા વ્યાપી હતી. સંબંધિતો દ્વારા આ બાબતે શિક્ષક સંગઠન પાસે રજૂઆત આવતાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આ બાબતે રાજ્ય સંઘ પાસે રજૂઆત કરતાં રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મંત્રી સતીશ પટેલ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. મહેશ જોષી સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે નિયામકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપતાં કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ દ્વારા આજે મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતનો તાજેતરનો પત્ર રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આવકારાયો છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer