ઘોડાલખમાં ગૌચર જમીન સ્વૈચ્છાએ ખાલી કરી અપાઈ

ગઢશીશા (તા. માંડવી), તા. 15 : નજીકના ઘોડાલખ ગામની સીમમાં ગઢશીશાના જાડેજા કાંયાજી પરિવારના આસ્થાના કેન્દ્ર એવા પાબુદાદાનું  સ્થાનક આવેલું છે. જ્યાં જવાનો રસ્તો ખેડૂતો દ્વારા કથિત ગૌચર જમીન દબાવી સાંકડો કરી નખાયા બાદ તેમને સમજાવી કોઈપણ જાતના વિવાદ વગર અંદાજિત 4 એકરથી વધારે જમીન કોઈપણ જાતના વાદ-વિવાદ વિના ખાલી કરી ભાઈચારાનું ઉમદા ઉદાહરણ પૂરું પડાયું હતું.  આ કામગીરીમાં જાડેજા પરિવારના રાઘુભા જાડેજા, મનુભા જાડેજા, રાજુભા જાડેજા, હઠુભા જાડેજા, દીપુભા જાડેજા, તેજમાલજી જાડેજા વિગેરે ભાઈઓએ કામગીરી કરાવી હતી અને ખેડૂતો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer