ન્યૂઝીલેન્ડને ધૂળ ચાટતું કર્યું ટીમ ભારતે

ન્યૂઝીલેન્ડને ધૂળ ચાટતું કર્યું ટીમ ભારતે
મુંબઇ, તા. 6 : વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી શાનદાર વિજય થયો છે. બીજી ટેસ્ટમાં ભારતનો 372 રનના વિશાળ અને વિક્રમી અંતરથી મહાવિજય થયો હતો. વર્લ્ડ ચેમ્પિયન કિવિઝ ટીમ આજે મેચના ચોથા દિવસે સવારે ફકત 4પ મિનિટની અંદર પ6.3 ઓવરમાં 167 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પ40 રનના પહાડ સમા વિજય લક્ષ્યાંક સામે  આજે સવારે પ વિકેટે 140 રનથી પોતાનો બીજો દાવ આગળ વધારનાર ન્યુઝીલેન્ડની ટીમે માત્ર 12 ઓવરમાં જ વધુ 27 રનનો ઉમેરો કરીને 167 રનમાં ડૂલ થઇ હતી. આજે જયંત યાદવની ફીરકીમાં કિવિ બેટધરો ફસાઇ ગયા હતા. જયંતે અને અશ્વિને 4-4 વિકેટ લીધી હતી. ભારતીય ટીમ હવે આત્મવિશ્વાસ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. જે ત્રણ સપ્તાહની અંદર શરૂ થવાનો છે. આફ્રિકામાં ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ, ત્રણ વન ડે અને ચાર ટી-20 મેચની શ્રેણી રમવાની છે. જો કે કોરોના વાઇરસના નવા વેરિયન્ટ એમિક્રોનને લીધે આફ્રિકાના પ્રવાસ પર બીસીસીઆઇએ હજુ સુધી આખરી નિર્ણય જાહેર કર્યો નથી. બીજા દાવમાં ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ 60 રન ડેરિલ મિચેલે કર્યાં હતા. જયારે હેનરી નિકોલ્સે 44 રન કર્યાં હતા. મુંબઈ ટેસ્ટ મેચ ભારતીય મૂળના કિવિઝ સ્પિનર એઝાજ પટેલની એક ઇનિંગમાં ઐતિહાસિક 10 વિકેટ માટે યાદ રાખશે. મેચમાં તેના નામે કુલ 14 વિકેટ રહી હતી. જો કે તે મેન ઓફ ધ મેચનો હકદાર બન્યો ન હતો. આ ખિતાબ ભારતીય ઓપનર મયંક અગ્રવાલને મળ્યો હતો. તેણે પહેલા દાવમાં 1પ0 અને બીજા દાવમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે રવિચંદ્રન અશ્વિન જાહેર થયો હતો. સ્કોરબોર્ડ : ન્યૂઝીલેન્ડ (બીજો દાવ) : ટોમ લાથમ એલબી ડબલ્યુ અશ્વિન -6, વીલ યંગ કો સબ (યાદવ) બો. અશ્વિન 20, મિચેલ કો. યાદવ બો. પટેલ -60, રોસ ટેલર કો. પુજારા બો. અશ્વિન -6, હેનરી નીકોલસ સ્ટં. સબ બો અશ્વિન 44, બ્લન્ડેલ રન આઉટ-0, રચીન રવીન્દ્ર કો. પુજારા બો. યાદવ -18, જેમીસન એલબી ડબલ્યુ યાદવ-0, ટીમ સાઉધી બો. યાદવ -0, સોમરવીલે કો. મયંક બો યાદવ -1, એઝાઝ પટેલ અણનમ. * કુલ્લ : 167 * વધારાના 12, * વિકેટ પતન : 1-13, 2-45, 3-55. 4-128, 5-129, 6-162, 7-165, 8-165, 9-167, 10-167. બોલિંગ : મોહમ્મદ સિરાજ : 5-2-13-0, રવિચંદ્રન અશ્વિન : 22.3-9-34-4, અક્ષર પટેલ : 10-2-42-1, જયંત યાદવ : 14-4-49-4, ઉમેશ યાદવ : 5-1-19-0.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer