ભારતની ધરતી પર 300 વિકેટ લેનારો અશ્વિન બીજો બોલર

મુંબઇ, તા. 6 : ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આજે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ભારતીય ધરતી પર 300 વિકેટ લેનારો ફકત બીજો બોલર બન્યો છે. અશ્વિને આજે બીજી ટેસ્ટના ચોથા દિવસે કિવી બેટધર હેનરી નિકોલ્સની વિકેટ લઇને આ સિદ્ધિ હાંસલ કરી હતી. અશ્વિન પહેલાં આ સિદ્ધિ ફકત અનિલ કુંબલે હાંસલ કરી શકયો છે. તેના નામે ભારતની ધરતી પર કુલ 3પ0 વિકેટ છે. ત્રીજા સ્થાને હરભજનસિંહ (26પ વિકેટ) છે. આ પછી કપિલ દેવ (219)નો નંબર આવે છે. ઓવરઓલ ઘરેલુ મેદાન પર 300 વિકેટ લેનારો અશ્વિન વિશ્વનો છઠ્ઠો બોલર બન્યો છે. આ સૂચિમાં પહેલા નંબરે શ્રીલંકાનો મુરલીધરન (493 વિકેટ) છે. આ પછી ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન (402), ઇંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ (341), ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન (319) અનિલ કુંબલે (3પ0) અને અશ્વિન (300 વિકેટ) છે. અશ્વિને આજે તેની ટેસ્ટ કેરિયરમાં નવમી વખત મેન ઓફ ધ સિરીઝ બન્યો છે અને તેણે જેક કાલિસના રેકોર્ડની બરાબરી કરી છે. પહેલા સ્થાને મુરલીધરન (11) છે. આ ઉપરાંત અશ્વિને ન્યૂઝીલેન્ડ સામે કુલ 66 વિકેટ લીધી છે. આ પહેલા રિર્ચડ હેડલીના નામે આ રેકોર્ડ હતો. તેના નામે 6પ વિકેટ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer