જીત બાદ કિવીઝને ખસેડી ટીમ ઇન્ડિયા ફરી નંબર વન

મુંબઇ, તા.6: ટીમ ઇન્ડિયાએ મુંબઇ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને 372 રનના વિશાળ અંતરથી હાર આપવા ઉપરાંત પ્રવાસી ટીમ પાસેથી આઇસીસી ટેસ્ટ ક્રમાંકનો નંબર વનનો તાજ પણ છીનવી લીધો છે. વિરાટ કોહલીના કેપ્ટનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ફરી નંબર વન બની છે. આ વર્ષે જૂનમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ જીત્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમે ભારતને પાછળ રાખી દીધું હતું, પણ હવે 6 મહિના પછી ભારતીય ટીમ ફરી ટોચ પર આવી ગઇ છે. ભારતીય ટીમના હવે 28 મેચમાં 124 રેટિંગ પોઇન્ટ છે અને પહેલા ક્રમે છે. ન્યુઝીલેન્ડના 2પ મેચમાં 121 પોઇન્ટ છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની ટીમ છે. તેના ખાતામાં 108 પોઇન્ટ છે. ચોથા ક્રમે ઇંગ્લેન્ડ (107) અને પાંચમા ક્રમે પાકિસ્તાન (92) છે. આ પછી અનુક્રમે દ. આફ્રિકા (88), શ્રીલંકા (83), વેસ્ટ ઇન્ડિઝ (7પ), બાંગલાદેશ (49) અને ઝિમ્બાબ્વે (31) છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer