અંજારમાં કરાટે સ્પર્ધા : આશાપુરા વૂમન્સ એકેડેમીની છાત્રોઓ ઝળકી

અંજારમાં કરાટે સ્પર્ધા : આશાપુરા વૂમન્સ એકેડેમીની છાત્રોઓ ઝળકી
ભુજ, તા. 6 : અંજાર ખાતે કંકુભાઈ પારેખ સ્કૂલમાં કરાટે એસોસીએશન ઓફ કચ્છ-ભુજ દ્વારા યોજિત જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં કુલ 190 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આશાપુરા વૂમન્સ એકેડેમીની સાત વિદ્યાર્થિનીઓએ 4 સુવર્ણ, 6 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. કરાટે ડો ફેડરેશન, ગુજરાત યોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં હારવી પારેખ, ઉન્નતિ રાઠોડ, મહિમા રાઠોડ, સ્તુતિ પરમાર અને વૃંદા પરમાર, સોનુ ભાનુશાલી, જાનવી ગોસ્વામીની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે. કરાટે એસોસીએશનના ચીફ પેટ્રોન સનીભાઈ બુચિયા તેમજ એસોસીએશનના પ્રેસિડેન્ટ અને ગુજરાત કરાટેના વાઈસ પ્રેસિડેન્ટ શીહાન પીયૂષ શ્રીવાસ્તવે બાળકોને સન્માનિત કર્યા હતા. કોચ જય ભાનુશાલીએ માર્ગદર્શન આપ્યું હતું. આશાપુરા વૂમન્સ એકેડેમીના ટ્રસ્ટી દીના ચેતન શાહે છાત્રાઓને શુભેચ્છા આપી હતી. સંસ્થાના મેનેજર રાગિની વ્યાસે પ્રોત્સાહન પૂરું પાડયુ હતું. સંચાલક હસ્મિતા ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું. સંગીતા પુરબિયાએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2022 Saurashtra Trust