ભારતના સ્વપ્નદૃષ્ટા અને યુગપુરુષને નિર્વાણદિને આદરાંજલિ

ભારતના સ્વપ્નદૃષ્ટા અને યુગપુરુષને નિર્વાણદિને આદરાંજલિ
ભુજ, તા. 6 : સામાજિક કુરૂઢિઓ સામે આજીવન સંઘર્ષ કરી પીડિત-શોષિત અને વંચિતોના કલ્યાણ અર્થે સતત સંઘર્ષ કરનારા અને રાષ્ટ્રના સ્વપ્નદૃષ્ટા તથા યુગપુરુષ ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિએ કચ્છભરમાં અંજલિ અપાઇ હતી. ભુજ નગરપાલિકા : ટાઉનહોલ પાસે આવેલી ડો. બાબાસાહેબની પ્રતિમાને પ્રમુખ ઘનશ્યામભાઇ આર. ઠક્કરે હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ?કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પચાણ સંજોટ, મહામંત્રી શીતલભાઇ શાહ, મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, યુવા મોરચાના તાપસ શાહ, અનુસૂચિત જાતિ પ્રમુખ અશોક હાથી, શહેર ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા, નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા મંચ પશ્ચિમ કચ્છ : કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાના વિવિધ સ્થાનો પર બાબાસાહેબ આંબેડકરની નિર્વાણતિથિએ પ્રતિમાને માલ્યાર્પણ કરાયા હતા. બાબાસાહેબ આંબેડકર સમગ્ર સમાજ અને દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ રીતે સમગ્ર રાષ્ટ્રના સ્વપ્નદૃષ્ટા અને યુગપુરુષને પ. કચ્છના સમરસતાના કાર્યકરોએ સ્મરણાંજલિ આપી હતી. નવીનભાઇ વ્યાસ, હેતભાઇ જોષી, મહેન્દ્ર નાકરાણી, અર્જુનભાઇ મહેશ્વરી, પ્રવીણભાઇ પૂજારા, જયુભા જાડેજા, પંકજભાઇ ઝાલા તેમજ માંડવી ખાતે કમલગિરિ ગુંસાઇ, શ્રવણભાઇ ત્રિવેદી, દિનેશભાઇ થારૂ, દિનેશભાઇ મોતા, જિગરભાઇ બાપટ, વિરલભાઇ ભોરણિયા વગેરે હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બાબાસાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ પુણ્યતિથિએ વંદન કરી સમાનતા, બંધુતા અને ન્યાયના વિચારોને જીવનમાં ઉતારવનો સંકલ્પ લઇ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં મંચના પ્રદેશના નરેશભાઇ મહેશ્વરી, જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, પ્રભારી રમજાન સમા, મહામંત્રી ઇકબાલ જત, ઉપપ્રમુખ દયાલ વણકર, શાંતિ મહેશ્વરી, રાજ મેરિયા, મનોજ દનિચા, રામજી મહેશ્વરી, ઇશ્વર ગોસ્વામી, બહુજન આર્મીના લખન ધુવા તેમજ બાબુલાલ બળિયા, કિશન ધેડા, કપિલ ધુવા, માવજીભાઇ જેપાર, અરવિંદ જેપાર વગેરે હાજર રહ્યા હતા. મહેશ્વરી વિકાસ મંચ કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ રાજુભાઇ દાફડા, અખિલ મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ રામેશભાઇ ધુઆ, ત્રૈઇંજાર યાત્રાધામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઇ ધેડા, મહામંત્રી ઇશ્વરભાઇ ડગરા, શિવજીભાઇ કન્નર, શામજીભાઇ શીંગરખિયા, લાલ ભગત સેવક સંઘના પ્રમુખ ખેતશીભાઇ ધુઆ, પ્રકાશભાઇ સંજોટ, વાલજીભાઇ સંજોટ, ત્રૈઈંજાર યાત્રાધામ વિકાસ ટ્રસ્ટના મહામંત્રી વાલજીભાઇ ધેડા સાથે રહ્યા હતા. કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં સંઘના પ્રમુખ પચાણભાઇ સંજોટ, કાર્યકારી પ્રમુખ?રમેશભાઇ સીજુ, મહામંત્રી ગોવિંદભાઇ રૂપાભાઇ મારવાડા, મીડિયા પ્રવકતા દેવજીભાઇ સીજુ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વંદના કરવામાં આવી હતી. આજના દિને કપડાં સાથે માસ્ક અને સેનિટાઇઝર પણ આપવામાં આવ્યા હતા. દર્શક અંતાણી, રોયલ ફાઉન્ડેશનનાં અનવરભાઇ નોડે તેમજ નર્મદાબેન ગામોટ, દક્ષાબેન બારોટ, હેતલબેન સિંગ વગેરે જોડાયા હતા. અંજાર શહેર તથા તાલુકા અનુસૂચિત જાતિ વકીલ મંડળ દ્વારા પબ્લિક પાર્ક ગાર્ડન પાસે બાબાસાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે વકીલ મંડળના પ્રમુખ લાલજી મહેશ્વરી, ખજાનચી પ્રેમજી મહેશ્વરી, વિજય ફુફલ, જખુભાઇ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંજાર શહેર આમ આદમી પાર્ટી દ્વારા દેવળિયા નાકા પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ પ્રવક્તા પૂર્વ કચ્છ જિલ્લો જિતેન્દ્ર ચોટારા, શહેર પ્રમુખ જોગેન્દ્રસિંહ જાડેજા, શહેર મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન આહીર, હિતેષભાઇ સોની, દેવેન્દ્રસિંહ વાઘેલા, ભીખાભાઇ ઠાકોર, ગનુભા જાડેજા, કિશોરભાઇ સોરઠિયા, ઇમરાનભાઇ કુંભાર, સૂરજભાઇ, સુરેશભાઇ હુંબલ વગેરે હાજર રહ્યા હતા તેવું અંજાર શહેર મીડિયા ઇન્ચાર્જ જયશ્રીબેન ઠાકોરે જણાવ્યું છે. મુંદરા શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરિયા, તાલુકા કોંગ્રેસના મહામંત્રી મુકેશ ગોર, જિલ્લા કોંગ્રેસના મંત્રી ભરત પાતારિયા, પાલિકા કોંગ્રેસના ઉપનેતા કાનજીભાઇ સોંધરા, નગરસેવકો વિ. હાજર રહ્યા હતા. દયાપર (તા. લખપત) : ડો. ભીમરત્ન વિકાસ મંડળ સંચાલિત અનુ. જાતિ કુમાર છાત્રાલયમાં બાબાસાહેબના નિર્વાણદિન નિમિત્તે શ્રદ્ધાસુમન તથા તેમની પ્રતિમાને ફૂલહાર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટ્રસ્ટી શંકરભાઇ ગરવા, પ્રવીણભાઇ ચાવડા, સંચાલક લાલજીભાઇ બળિયા, જીતુભાઇ પરમાર, મોહન સોલંકી, ચિંતનભાઇ? શ્રીમાળી, પ્રવીણભાઇ પરમાર, અનિલ ઉનેચા, વિનુભાઇ ગરવા, ગોપાલભાઇ ?વણકર, પ્રેમિલાબેન, શાંતાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર : વાગડ પછાતવર્ગ કલ્યાણ મંડળ સંચાલિત કેશવ આશ્રમશાળા ખાતે ખજાનચી ભગુભાઇ સોલંકી, યુવા ગ્રુપના અશોકભાઇ રાઠોડ, સુંદરભાઇ, શાળાના આચાર્ય ગિરીશકુમાર પરમાર વગેરેએ બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ડો. આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ન્યાયાલય પાસે આવેલી પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપાઈ હતી. આ પ્રસંગે અશોકભાઇ રાઠોડ, સુંદરભાઇ ચૌહાણ, રવજીભાઇ મેરિયા, બાબુભાઇ પરમાર, હસમુખભાઇ ગોહિલ, દિલીપભાઇ ગોહિલ, કિશનભાઇ રાઠોડ, હરેશભાઇ રાઠોડ, મનજીભાઇ મેરિયા, સંજયભાઇ પરમાર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer