ગાંધીધામમાં બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ

ગાંધીધામમાં બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ
ગાંધીધામ, તા 6 : ભારતરત્ન, સંવિધાનના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની 65મી પુણ્યતિથિ નિમિત્તે જુદા જુદા સમાજ, સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. શોષિત-વંચિત અને મહિલાઓના મુક્તિદાતા એવા ડો. બાબાસાહેબ આંબેડકરને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના આંબેડકર સર્કલ પાસે કંડલા સંકુલ મહેશ્વરી મેઘવાળ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની 65મી મહાનિર્વાણતિથિ નિમિત્તે પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વેળાએ સમાજના પ્રમુખ અશોકભાઇ ઘેલા, કાર્યકારી પ્રમુખ હીરાભાઇ ધુવા, મંત્રી કરશનભાઇ દનિચા, ઉપપ્રમુખ જીવરાજભાઇ ભાંભી, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, સવજીભાઇ વિગોરા, જગદીશ દાફડા, વંદનાબેન ધુવા, સુરેશ ગરવા, સુરેશ ધુવા, પૂનમ ભરાડિયા, કિશોર મતિયા, દીપક મારવાડા, રામભાઇ સોધમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એસ.સી. - એસ.ટી. યુનિયન દ્વારા પ્રમુખ વાલજીભાઇ દનિચાની આગેવાની હેઠળ ઓસ્લો સર્કલ ખાતે બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અપાઇ?હતી. આ પ્રસંગે મહામંત્રી કરશન ધુઆ, ઉપપ્રમુખ કૈલાશ સાસિયા, મંત્રી મનોજ મિશ્રા, હર્ષદ દનિચા, વિનોદ શાહ, ઉત્તમ વિસરિયા, ધનજી કોચરા, રસિલા ચાવડા, રાજુબેન ધુઆ વગેરે હાજર રહ્યા હતા. નિર્વાણતિથિ નિમિતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફ્રૂટનું વિતરણ કરાયું હતું. શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ તેમણે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાજી ગનીભાઇ માંજોઠી, દશરથસિંહ ખંગારોત, ભરત ગુપ્તા, બળવંતસિંહ ઝાલા, એબેઝ યેસુદાસ, નગરસેવક અમિત ચાવડા, વિપુલ મહેતા, આર.એલ. નગવાડિયા, જગદીશ ગઢવી, અરૂણ હાલાણી, બાબુભાઇ આહીર, લતીફ ખલિફા, સબિર કુરેશી, શેરબાનુ ખલિફા વગેરે હાજર રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer