ભુજમાં હોમગાર્ડ્ઝ દિનની ઉજવણી વિવિધ રીતે કરાઇ

ભુજમાં હોમગાર્ડ્ઝ દિનની ઉજવણી વિવિધ રીતે કરાઇ
ભુજ, તા. 6 : 6ઠ્ઠી ડિસેમ્બર ગુજરાત રાજ્ય હોમગાર્ડ્ઝ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ હોમગાર્ડ્ઝ યુનિટ કચેરી ખાતે ભુજ હોમગાર્ડ્ઝ યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રદ્યુમનસિંહ કે. ચૂડાસમાનાં માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ્ઝ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, રક્તદાન જેવા કાર્યક્રમોનું આયોજન કરીને સૌ નગરજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સવારે માર્ચપાસ્ટ રેલીનું શહેરના મુખ્યમાર્ગ પર આયોજન કરવામાં આવ્યું હતું તથા વર્ષ 2021માં વયનિવૃત્ત થયેલા હોમગાર્ડ સભ્ય નરેશભાઇ કે. ચૌહાણ અને મહિલા હોમગાર્ડ સભ્ય કાશ્મીરાબેન પી. રાઠોડનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય હોમગાર્ડ્ઝ વડી કચેરી, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે કરવામાં આવી તેનાં જીવંત પ્ર્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ હોમગાર્ડ્ઝ યુનિટના સર્વે જવાનોએ જહેમત ઉઠાવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer