ભુજનાં વિદ્યાલયમાં વ્યક્તિત્વ વિકાસ સેમિનારમાં વિવિધ બાબતોની સમજ

ભુજનાં વિદ્યાલયમાં વ્યક્તિત્વ વિકાસ  સેમિનારમાં વિવિધ બાબતોની સમજ
ભુજ, તા. 3 : અહીં જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભારતીય જૈન સંઘના કચ્છ એકમના સંયુક્ત ઉપક્રમે સ્માર્ટ ગર્લ્સ ટુ બી હેપી, ટુ બી સ્ટ્રોંગ અંતર્ગત છ જીવન બદલાવો સેશન્સ સેમિનાર પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના અધ્યક્ષ સ્થાને તથા જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી મધુભાઈ સંઘવી, ભારતીય જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ ખંડોલની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૌશલભાઈ મહેતા અને નીરવભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા સુહાસબેન તન્ના ગોસ્વામીએ આવકાર આપ્યો હતો. સેમિનારના ટ્રેનર ભૈરવીબેન જૈન અને દીપ્તિબેન ધરમશીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જૈન સંઘના કચ્છ એકમ દ્વારા શ્રી છેડા અને શ્રી સંઘવીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉદ્બોધનમાં શ્રી ખંડોલ અને તારાચંદભાઈએ ત્રી સશક્તિકરણનાં આ કાર્યને બિરદાવ્યું હતું તથા માતૃછાયાની કન્યા કેળવણીની યાત્રા અવિરત હોવાનું ગૌરવ છે એમ જણાવ્યું હતું. સંચાલન અને આભારવિધિ શાળાના સિનિયર શિક્ષક ડો. એફ.એમ. જાડેજાએ કર્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer