ઉત્કૃષ્ટ કામગીરીથી સન્માનિત નાની નાગલપર ગામ સમરસ

ઉત્કૃષ્ટ કામગીરીથી સન્માનિત  નાની નાગલપર ગામ સમરસ
અંજાર, તા. 6 : ગામની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન દ્વારા જેનું વિશિષ્ટ સન્માન કરાયું હતું તે નાની નાગલપર ગામ સતત બીજી ટર્મ બિનહરીફ થવા સાથે સમરસ ગામ બન્યું હતું. તાલુકાના હરિયાળા ગામ નાની નાગલપરના સરપંચ તરીકે શામજીભાઈ ધનજીભાઈ હીરાણી બીજી વખત પદગ્રહણ કરશે. તેમની સાથે વોર્ડ-1ના કુ. કોમલબેન દયારામ જેઠવા, વોર્ડ-3માં ધરમશીભાઈ ધનજીભાઈ વાઘમશી, વોર્ડ-4માં હિતેશ ખીમજીભાઈ રાઠોડ, વોર્ડ-5માં મંજૂલાબેન પ્રેમજીભાઈ વરસાણી, વોર્ડ-6માં શાંતાબેન દિનેશભાઈ કારા અને વોર્ડ-7માં મંજૂલાબેન શાંતિલાલ વાઘમશી ગ્રામ વિકાસના સહભાગી બનશે. માજી અને વર્તમાન સરપંચ મંજુલાબેનના પતિ શામજીભાઈ હીરાણીના નેતૃત્ત્વમાં ગામના સર્વે સમાજબંધુ અને માજી સરપંચ કુંવરજીભાઈ ટાંક, પ્રેમજીભાઈ હીરાણી, માજી ઉપસરપંચ હીરજીભાઈ કાપડી, ગામના આગેવાનો અનિલભાઈ ટાંક, પીયૂષ ટાંક, લાલજીભાઈ કાપડી (મંત્રી), વિશનજી વાઘમશી, ધનજી ચોટારા, મેઘજીભાઈ હીરાણી, જ્યોતિબેન ટાંક, વાઘજીભાઈ કારા, માવજીભાઈ કેરાઈ, સામજી બનાવવામાં સહયોગ આપ્યો હતો. સામાજિક આગેવાનીમાં ગામમાં નેત્રદીપક વિકાસ કામો થયા છે. કોરોના કાળમાં સરપંચે દિવસ-રાત એક કરીને હોસ્પિટલ વ્યવસ્થા સંભાળી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer