ભુજમાં સર્જકોની સંસ્થાનાં મિલન પ્રસંગે વિવિધ રચનાની જમાવટ

ભુજમાં સર્જકોની સંસ્થાનાં મિલન  પ્રસંગે વિવિધ રચનાની જમાવટ
ભુજ, તા. 6 : વાર્તાવિહાર સાહિત્ય સભા-ભુજ અને કાવ્ય નિર્ઝરી બંને સંસ્થાનું સ્નેહમિલન પુષ્પાબેન વૈદ્યના અધ્યક્ષપદે છઠ્ઠીબારી મહિલા મંડળ ખાતે મળ્યું હતું. પ્રમુખે સભ્યોને આવકારી શુભેચ્છા પાઠવી દરેકની વ્યક્તિગત સિદ્ધિને પણ બિરદાવી હતી. બેઠકમાં સ્વ. કનુભાઈ જોશી, સ્વ. સરસ્વતી બેન સોલંકીને પણ યાદ કરી એમના સંસ્થાની પ્રગતિ માટેના યોગદાનને યાદ કરાયું હતું. વાર્તા વિહારના પ્રમુખ રમીલાબેન મહેતાએ 2013 માર્ચથી શરૂ થયેલી આ સંસ્થાના સભ્યો આજ સુધી જોડાયેલા રહ્યા છે અને સંખ્યા વધે એ રાજીપો વ્યક્ત કર્યો હતો. રામ મોરી, માવજી મહેશ્વરી, અજય સોની, રજની પટેલ, રાજેશ અંતાણી સ્વ. કૃષ્ણાબેન મિસ્ત્રીને યાદ કરી સંસ્થા વતીથી રામ મોરીને એમની વાર્તા `એકવીસમું ટિફિન' પરથી ગુજરાતી ફિલ્મ બની હોવાની વિગતો અપાઇ હતી. નવા સભ્ય ડો. હેમલતાબેન લોંચાને આવકાર આપી મંત્રી રૂપલ મહેતાએ કાવ્ય રજૂ કર્યું હતું. પ્રતિમા સોનપારે `શ્રદ્ધા', કમલાબેને `ગૃહસ્થાશ્રમ', ધીમંત ભટ્ટે `કંકોતરી', બિંદિયાબેને `જૂનાગઢનો મેળો' લઘુકથા, નીતિન ઠક્કર, દીના ભુડિયા અને પૂજન જાની આ પરિવારમાં જોડાયા પછી પોતાના વ્યક્તિગત સાહિત્યિક વિકાસની વાત કરતાં પ્રમુખનું માર્ગદર્શન અને શિસ્ત પણ પ્રેરક રહ્યા છે એવું કહ્યું હતું. પૂર્વી બારિયાએ પણ `હેપી દિવાલી' વાર્તા, નિહારિકાબેન અને દિક્ષિતા વોરાએ `આ નશીલી સાંજે સમયે, જોજો નયનના નીતરે અને` ચાલને થોડી વાતો કરીએ' તો ઉષ્મા શુક્લ અને લતાબેન સોલંકી એ અનુક્રમે `પટ' અને શ્રાવણિયું સતોતેરમું બેઠું' ની રજૂઆત કરી હતી. તચેતના જોશી અને ધરતી શર્મા એ પણ સચ્ચા પ્રેમ અને હવા શબ્દને લઈ રજૂઆત કરી હતી. નેણશીભાઈ મીઠીયા એ તરઈ ગઝલ સંચાલક અરુણાબેન ઠક્કરે પણ `છે કોઈ કલાકાર' નામે રચના રજૂકરી સંચાલન કર્યું. આભાર દર્શન મંત્રી રૂપલ મહેતાએ કર્યુ હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer