ગાંધીધામ તાલુકા ભાજપની કારોબારીમાં ઉપસ્થિતોને મંડલ-પ્રશિક્ષક વર્ગ સમજાવાયા

ગાંધીધામ, તા. 6 : ભારતીય જનતા પાર્ટીની શહેર અને તાલુકાની કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ મુદા ચર્ચાયા હતા. પ્રારંભમાં પક્ષના અગ્રણીઓના હસ્તે દિપપ્રગાટય કરાયુ હતું. શહેર પ્રમુખ પંકજભાઈ ઠકકર, ગાંધીધામના પ્રભારી વિકાસભાઈ રાજગોર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી હાજર રહીને માર્ગદર્શન આપ્યુ હતું. સાંધીગીત અને રાષ્ટ્રગીતનું ગાન ગુંજ્યું હતું. પક્ષના પરિવારમાંથી અવસાન પામેલા લોકોની આત્માની શાંતિ અર્થે અંજલિ અપાઈ હતી. આ વેળાએ રાજય સરકારને અભિનંદન પાઠવતા ઠરાવ, મંડલ પ્રશિક્ષક વર્ગ અંગે સુચના સહિતના મુદા ઉપર મહામંત્રી નરેશભાઈ ગુરબાની, મોહિન્દરસિંહ જુણેજા, ઉપપ્રમુખ મહેશભાઈ પુંજએ પ્રકાશ પાડયો હતો.ઘર ઘર દસ્તક ઘર ઘર ભાજપ કાર્યક્રમ સંદર્ભે પક્ષના અગ્રણી મધુકાન્તભાઈ શાહે માહિતી આપી હતી. શહેરના દીનદયાલ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં તાલુકા પ્રમુખ બાબુભાઈ ગુજરીયા, સુધરાઈ પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ મિનાક્ષીબેન ભટ્ટ, અગ્રણી ડો.ભાવેશ આચાર્ય, ભરતભાઈ રામવાણી સહિતના હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન વંદનાબેન ધુવાએ અને આભારવિધી કનૈયાલાલ બસીતાએ કરી હતી.આયોજનને સફળ બનાવવા માટે વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી વગેરેએ સહકાર આપ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer