અંજારમાં 100 પરિવારને રાશનકિટનું કરાયું વિતરણ

અંજારમાં 100 પરિવારને રાશનકિટનું કરાયું વિતરણ
અંજાર, તા.6 : છેલ્લા 74 માસથી અહીંના રઘુનાથજી મંદિરેથી દર માસની પહેલી તારીખે અનાજ સહાયની રાશન-કિટનું જલારામ સત્સંગ મંડળ તથા રઘુવંશી ક્રાંતિવીર મેઘજી શેઠ પરિવાર આયોજિત તેમજ અન્ય દાતાઓના સહકારથી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નિરાધાર, અપંગ, વૃદ્ધો તથા જરૂરતમંદ વિધવા બહેનોને ત્રેવીસેક જીવન જરૂરી ખાદ્યસામગ્રીની વસ્તુઓની રાશનકિટ 100 લાભાર્થી પરિવારને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. શિયાળાની ઋતુ અનુસાર ગરમ મોજાની જોડી દરેક લાભાર્થીઓને જેકિન ભગવાનજી ઠક્કર તરફથી આપવામાં આવી હતી. દાતા લવજીભાઈ લાલજી દૈયા, ચંદ્રકાંતભાઈ પલણ, જેરામભાઈ દૈયા, બિપીનભાઈ એચ. ઠક્કર, ઠા. સુરેશભાઈ નરશી તથા નવીનભાઈ પૂજારાના હસ્તે દીપપ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી. બાદમાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકાર્યના સંચાલક ભગવાનજીભાઈ ગંધા, મહેશભાઈ દાવડા, ભરત ચંદે, દિનેશભાઈ પાદરાઈ, કમલેશભાઈ ઠક્કર, ઠા. કિશોરભાઈ, ઠા. અનિલભાઈ, ઠા. રમેશભાઈ, હસમુખ ભીંડે, વિઠ્ઠલદાસ આડઠક્કર વગેરે મદદરૂપ થયા હતા. દાતાઓ તથા કાર્યકર્તાઓનો ભગવાનજી નારાણજી ઠક્કર (ગંધા)એ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer