ગ્રામ પંચાયત ચૂંટણી જંગ 135 ફોર્મ અમાન્ય આજે અંતિમ ચિત્ર થશે સ્પષ્ટ

ભુજ, તા. 6 : કચ્છમાં 478 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ચકાસણીના દિવસે સોમવારે સભ્ય અને સરપંચ મળી 135 દાવા અમાન્ય ઠર્યા છે. આજે મંગળવારે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર મેદાનમાં રહેશે તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે કચ્છ ની 10 તાલુકા પંચાયત માં 478 સામાન્ય અને 4 પેટા મળી 482 પંચ્યાતમાં ચૂંટણી યોજાવાની છે ગામના મુખી બનવા 1610 અને સભ્યપદે 7239 ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી. આજે જિલ્લા ભર માં હાથ ધરાયેલી ચૂંટણીના ફોર્મ ચકાસણીની કામગીરી મા સરપંચ પદના 11 અને સભ્યપદના 124 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. ચકાસણી ની પ્રક્રિયા બાદ સભ્ય પદના 7125 અને સરપંચ માટેના 1599 ફોર્મ માન્ય ઠર્યા છે આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે કેટલી પંચ્યાત સમરસ થઇ અને કેટલા પર ચૂંટણી નો જંગ જામશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભૂજ માં 80 પંચાયતમાં સરપંચ માટે 257 અને સભ્ય પદ માટે 1071 માંડવીમાં 193 સરપંચ અને 893 સભ્ય મુંદરામાં 83 અને 439 અંજારમાં 111 અને 546 ગાંધીધામમાં 37 અને 213 ભચાઉમાં 869 અને 162 રાપરમાં 194 અને 909 નખત્રાણામાં 214 અને 863 અબડાસામાં 245 અને 1020 તો લખપતમાં સરપંચ પદ માટે 103 અને સભ્યપદના 355 ફોર્મ માન્ય ઠર્યા છે જિલ્લામાં અત્યાર સુધી 90થી વધુ પંચાયાત બિનહરીફ થઇ છે આ આંકડો ઊંચકાય તેવી શક્યતા છે. મહત્તમ પંચાયત સમરસ બને તે માટે છેલી ઘડી ના પ્રયાસ તેજ બનેલા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer