માધાપરમાં ગંઢીરની પરીણીતાની ગામના જ શખ્સે છેડતી કરી

ભુજ, તા.6 : ગત તા. 20-10 માધાપરમાં કપડાંની ખરીદી માટે ગંઢેરથી આવેલી પરીણીતાની ગંઢેરના શખ્સ પ્રેમ સંબંધ રાખવાનું કહી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. માધાપર પોલીસ મથકે આ બનાવ અંગે ફરિયાદણે નોંધાવેલી ફરિયાદ મુજબ ર0મીના કપડાની ખરીદી કરી બસમાં ગંઢેર થઈ રહી હતી ત્યારે આરોપી રજાક રમજુ ગંભીરે પાછળથી હાથ પકડી તું મારી સાથે પ્રેમસંબંધ રાખ નહીંતર હું તારા બાળક તથા પતિને મારી નાખીશ અને પતિના કહેવાથી મારી ઉપર કરેલ બળાત્કારનો કેસ પણ પરત ખેંચી લેવા ધમકી આપી છેડતી કર્યાની વિગત નોંધાવી છે. પોલીસે ગુના દાખલ કરી તપાસ આદરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer