ગળપાદરમાં શરાબ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા.6 : તાલુકાના ગળપાદરમાં ભવાની નગર નજીક રોડ પર પગપાળા આવતા એક શખ્સ પાસેથી રૂા. 8350નો શરાબ જપ્ત કરાયો હતો. ગળપાદરના ભવાની નગરમાંથી એક શખ્સ દારૂ ભરેલો થેલો લઈને પગપાળા નીકળવાનો છે તેવી પૂર્વ મળેલી બાતમીના આધારે પોલીસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન વિમલ ગુટખાનો થેલો લઈને એક શખ્સ પગપાળા નીકળતા તેને પોલીસે અટકાવ્યો હતો. જયદિપ ભીખા ગોહિલ નામના આ શખ્સ પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 100 પાઈપર્સની 3 તથા બ્લેન્ડર પ્રાઈડની 3 બોટલ મળી આવી હતી. આ શખ્સની અટક કરી તેની પાસેથી 8350નો આ શરાબ હસ્તગત કરાયો હતો. ફોર ડિફેન્સ સર્વિસ અને ઓન્લી ફોર સેલ ઈન ગુજરાત લખેલ શરાબની આ બોટલો કયાંથી લાવ્યો હતો તે હજુ પોલીસ ઓંકાવી શકી નથી. જો આ પ્રકરણમાં તટસ્થ તપાસ કરાય તો નવા કડાકા ભડાકા થવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer