અંજારમાં વ્યાજખોરી અંગે માજી પી.આઈ. સહિત નવ જણ સામે કરાઈ ફોજદારી
ગાંધીધામ, તા. 30 : અંજારમાં વેપારી યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરી પજવણી કરનારના પ્રકરણમાં અંજારના નિવૃત પોલીસ ઈન્સ્પેકટર સહિત નવ આરોપી વિરુધ્ધ અંજાર પોલીસ મથકને ગુન્હો નોંધાયો હતો.પોલીસના સતાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કેઅંજારમાંપાળીયાવાળી સોસાયટી સ્વામીનારાયણનગરમાં રહેતા અને ગ્રીસા લેંગીઝ નામથી દુકાન ચલાવતા વેપારી વિજયકુમાર પ્રેમજીભાઈ મજેઠીયાએ આરોપી ભચા વાલા આહીર (મોડસર), વાલાભાઈ બકુત્રા (આંબાપર), અંજાર ફરજ બજાવી ચુકેલા નિવૃત પોલીસ ઈન્સ્પેકટર રશ્મીકાંત જી પરમાર (રામેશ્વરનગર, અંજાર), દિપેશ રતીલાલ સોરઠીયા (જન્મોત્રી સોસાયટી, અંજાર), સદામ જત (મો.વીડી), નાગજીભાઈ રબારી (શ્રી રામ વોટર સપ્લાય, ગોકુલનગરની સામે, અંજાર), નવીનભાઈ સોરઠીયા (વિજયનગર, અંજાર), હાર્દિક આહીર (ખેતરપાળ નગર, અંજાર) સહિત કુલ નવ લોકો વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યુ હતુ કે ફરિયાદીની માતા તથા પત્નીની તબીયત ખરાબ હોવાથી તથા વેપાર ધંધામાં નાણાની જરૂરીયાત ઉભી થતા તેમજ ચડેલા વ્યાજની ચુકવવા માટે અલગ-અલગ સમયે આરોપીઓ પાસેથી નાણા લીધા હતા. દરમ્યાન આરોપીઓએ ઉંચા વ્યાજે નાણા આપી આ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી દીધો હતો . ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તહોમતદારોએ સહી કરેલા કોરા ચેક લઈ લીધા હતા. ભોગ બનનાર આ વેપારી આરોપીઓ પાસેથી રૂા. 25,50 લાખ જુદા-જુદા વ્યાજદરે લીધા હતા. જેની સામે તેને રૂા.19,87 લાખ ચુકવ્યા આપ્યા હતા. આ ગુન્હામાં સામેલ આરોપીઓએ ફરીયાદી યુવાનને લીધેલા કોરા ચેક પરત ન આપી જાન થી મારી નાખવાની ધમકી આપતા હતા. આ બનાવ આજથી ચાર વર્ષ અગાથી આજદિન સુધી બન્યો હતો. પોલીસે ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ અને ભારતીય દંડ સંહિતની કલમો તળે આરોપીઓ વિરુધ્ધ ગુન્હો નોંધ્યો હતો. આ મામલે પી.એસ.આઈ. સી.બી.રાઠોડે તપાસ હાથ ધરી છે.