મેઘપર(બો) અકસ્માતની ઘટનામાં વાહન ચાલકને એક વર્ષની જેલ

ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં અકસ્માત કરી નાની વયની બાળકીનુ મોત નિપજાવાના કેસમાં અંજારની અદાલતે   પુરઝડપે વાહન ચલાવનારા આરોપીને એક વર્ષની સજા આપતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો એવી રીતની હતી કે ફરિયાદી નરસીંહભાઈ વશરામભાઈ બલદાણીયાની પૌત્રી જાનકીગત તા. 16/10/2018ના રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં મેઘપર બોરીચીમાં તિરૂપતીનગર-2માં કાલકા માતાજીના મંદિર પાસે ગરબી ચોકમાં રમી રહી હતી ત્યારે ટાવેરા જીજે.02.એ.પી 2654 ના ચાલક આરોપી હિંમતભાઈ મોતીરામ સાધુએ  આ  બાળકીને હડફેટે લઈ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. આ અકસ્માતમાં   ઈજાગ્રસ્ત બાળાનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.આ કેસ અંજારના અધિક ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ જે.એસ. પરમાર સમક્ષ ચાલી ગયો હતો. અદાલતે બંને પક્ષકારોને  સાંભળી  રજૂ થયેલા મૌખિક તથા  દસ્તાવેજી પુરાવાનુ  મુલ્યાંકન કરી  આરોપી  હિંમત સાધુને  1 વર્ષની સજા તથા રૂા.7500 નો  દંડ  તથા  જો  દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવા  હુકમ કર્યો હતો.  ફરીયાદી અને સરકાર તરફે એ.પી.પી. શ્રી પંડયા અને આરોપીપક્ષે ધારાશાત્રી જે.ડી. વાઘેલા રહયા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer