દીકરીનાં લગ્ન માટે કોઈને વ્યાજે નાણાં લેવાં ન પડે તેવી યોજના

દીકરીનાં લગ્ન માટે કોઈને વ્યાજે નાણાં લેવાં ન પડે તેવી યોજના
ભુજ, તા. 30 : ક.વી.ઓ. જૈન મહાજન-ભુજમાં 251મા લગ્ન માંડવીના કીર્તિકુમાર સાગરની પુત્રી ચાંદની સાથે માંડવીના ખીમજીભાઈ સોનીના પુત્ર અવિનાશનાં લગ્ન મહાજનનું મામેરુ અંતર્ગત યોજાયાં હતાં.સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સંચાલિત `મહાજનનું મામેરું' યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે પોતાની વહાલસોયી દીકરીનાં લગ્ન કરાવવા માટે આશીર્વાદરૂપ બની છે. છેલ્લાં દસ વર્ષથી મહાજનનું મામેરું યોજના શરૂ કરી છે, ત્યારથી આજ સુધી 251મી દીકરીનું મામેરું કરવાનું સૌભાગ્ય સંસ્થાને પ્રાપ્ત થયું છે. મોંઘવારીના જમાનામાં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની વહાલસોયી દીકરીનાં લગ્ન માટે ઊંચા વ્યાજે રકમ લે છે અને દીકરીનાં લગ્ન પૂરાં થયા પછી માવિત્રોની આખી જિંદગી વ્યાજ ભરવામાં પૂરી થઈ જાય છે, ત્યારે અમારી સંસ્થા દ્વારા સંચાલિત મહાજનનું મામેરું યોજનાનો લાભ લઈ અને દીકરીનાં લગ્નની મૂંઝવણમાંથી મુક્ત થતાં હોય છે. સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસડે આભાર માન્યો હતો. માતા લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા, જ્યોતિબેન  ગિરીશભાઈ છેડા, ભાઈચંદભાઈ  સ્વરૂપચંદભાઈ વોરા નેહા ટોપરાણી, જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, લક્ષ્મીબને જમનાદાસ ઠક્કર પરિવાર, તુલસીભાઈ જોશી, લીલમબેન ગાંધી, ભાવેશાબેન નિલયભાઈ મહેતા, ત્રિલોચનાબેન કીર્તિકુમાર મહેતા, ઓધવજીભાઈ ચાંપશી પલણ, મનીષભાઈ મૂળજીભાઈ ભાટિયા, અનિલ માવજીભાઈ જોબનપુત્રા, કમલેશભાઈ લક્ષ્મીચંદભાઈ જોશી, શીલાબેન કમલેશભાઈ જોશી, શૈલેષભાઈ લવજીભાઈ મજેઠિયા, ગંગારામભાઈ મનજી, કસ્તુબેન વિશ્રામભાઈ નારાયજી ચંદે વિગેરે ક.વી.ઓ. જૈન મહાજન- ભુજ દ્વારા કન્યાને રૂા. 11,000ના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ મુકેશ છેડા, મંત્રી નરેશ શાહ, ખજાનચી હરેશ ગોગરી, ટ્રસ્ટી કેશવજીભાઈ હરિયચ, ગિરીશ છેડા, હીરાલાલ સૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સંસ્થાના કર્મચારી અંકિત ગાલા, હરનીશભાઈ મહેતા, વિપુલ જોશીએ સંભાળી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer