ચૂંટણી કામગીરી માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો અપાયા
ભુજ, તા. 30 : કચ્છ જીલ્લામાં તા. 19/12/2021ના ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણ પણ નિયંત્રણ રાખી શકાય તે માટે નિમવામાં આવેલા મેજિસ્ટેરીયલ પાવર્સ ન ધરાવતા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીઓને તેઓને જે વિસ્તાર માટે નિમણૂક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે તા. 24/12/2021 સુધીના સમય માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નીમીને જીલ્લા મેજિસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા ચોક્કસ અધિકારો આપવામાં આવ્યા છે. હવે પછી ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીઓની નિમણૂકમાં ફેરબદલી સુધારા થાય તો તે બદલી/સુધારાથી આવનાર અધિકારી/કર્મચારીને પણ આ હુકમ આપોઆપ લાગુ પડશે. આ હુકમનો અમલ હુકમની તારીખથી તા. 24/12 સુધી કરવાનો રહેશે એમ કલેકટરના જાહેરનામામાં પ્રસિધ્ધ કરાયું છે.