ભુજમાં એક દર્દી સ્વસ્થ : નવા કેસમાં રાહત

ભુજ, તા. 26 : ગુરુવારે કચ્છમાં કોરોનાના બે કેસ નોંધાયા બાદ શુક્રવારે નવો એક પણ કેસ ન નોંધાતા રાહત મળી હતી. ભુજમાં એક દર્દી સ્વસ્થ થતાં સક્રિય કેસ ઘટીને ત્રણ થયા છે. ગાંધીધામમાં 4853, અંજારમાં 2695, ભુજમાં 2433, રાપરમાં 1515, મુંદરામાં 1500, નખત્રાણામાં 1357, માંડવીમાં 1229, ભચાઉમાં 1168, લખપતમાં 424 અને અબડાસામાં 344 મળી 17518ને રસી અપાઇ હતી. 14.43 લાખ લોકોએ રસીનો એક તો 9.83 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer