ભુજપુર ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક બની રહ્યો

ભુજપુર ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક બની રહ્યો
ભુજપુર (તા. મુંદરા) તા. 25 : અહીંના જિર્ણોદ્ધાર પામેલા શ્રી મંગલેશ્વર મહાદેવ તેમજ હિંગલાજ માતાજી તેમજ નવનિર્મિત પામેલા મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે હર્ષોલ્લાસથી સંપન્ન થયો હતો. પ્રથમ દિવસે ગણપતિ સ્થાપના, સ્થાપિત દેવતા પૂજન તેમજ મંડપ પ્રવેશ થયો હતો. રાત્રે વિશાલદાન બાટી, દેવરાજસિંહ રાઠોડના સંગાથે રાસગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ-બહેનોએ રાસગરબામાં ભાગ લીધો હતો.દ્વિતીય દિવસે સવારના જલયાત્રા, શોભાયાત્રા નિકળી હતી જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને શિવમંદિર પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ/બહેનો જોડાયા હતા. ડી. જે., બેન્ડ પાર્ટી તેમજ ઢોલ-શરણાઈના સુરથી ભારે આકર્ષણ જમાવ્યું હતું. જયભોલે, હર હર મહાદેવના નારા પણ ગુંજી ઉઠયા હતા.બપોરના ધર્મસભામાં આઠ કોટી પક્ષના તારાચંદ મુની મ.સા., યતિ શ્રી મોતીસાગરજી મહારાજ, કથાકાર કશ્યપપ્રસાદ જોશી, ભીમસેનભાઈ જોશી, જિ.પં. કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, સરપંચ મેઘરાજ ગઢવી, જેસર જાડેજા ભાયાતના જામ સાહેબ મહેન્દ્રસિંહ પી. જાડેજા, પત્રકાર અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા વિ.એ પ્રવચનમાં ધર્મ વિશે અનેક ઉદાહરણો આપી નવું શિવાલય નિર્માણ થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.સરપંચ મેઘરાજ ગઢવી, મહેન્દ્રસિંહ પી. જાડેજા, ધારાસભ્યના વિનુભાઈ થાનકીનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું તેમજ દક્ષિણ જેશર-જાડેજા ભાયાત દ્વારા સરપંચ શ્રી ગઢવીનું સન્માન કરાયું હતું. ક.આ.કો. મોટી પક્ષના શાસન પ્રભાવક જિતેન્દ્રમુની મ.સા., કલ્યાણદાસજી બાપુ (હિંગરિયા), આઈ શ્રી આશાભારતી મા (મીંખણી), તા. પં. ઉપપ્રમુખ રતનભાઈ ગઢવી, કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી. ડાયરેકટર નગીનભાઈ ગોર, સમાઘોઘા પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજ અગ્રણી સુલતાનજી જાડેજા, બબુભા નારાણજી જાડેજા, કરસનભાઈ ગઢવી (પત્રકાર), કાનજીભાઈ બાતિયા, તા.પં. સદસ્ય નારાણભાઈ ગઢવી, જુવાનસિંહ ભાટી વિ. ઉપસ્થિત રહ્યા હતા.રાત્રે કચ્છના કોહીનુર નાનો દેરો તથા ગીરના સાવજ રાજભા ગઢવીની સંતવાણી યોજાઈ હતી. મોટી સંખ્યામાં ભજનપ્રેમી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણી ઐતિહાસિક બની રહી હતી.તૃતિય દિવસે નવા બંધાયેલા મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા વિધિ, ધ્વજારોહણ, દ્વારપ્રવેશ, કળશવિધિ, આરતી સહિતની વિધિ સંપન્ન થઈ હતી. યજ્ઞના મખ્ય આચાર્ય પદે નીલેશભાઈ જોશી (માંડવી) સહ આચાર્ય જિતેન્દ્ર બી. રાજગોર (ભુજપુર) રહ્યા હતા.નુતન મંદિર (નિર્માણ) તેમજ જિર્ણોદ્ધારના પ્રેરક અને મુખ્ય યજમાન કિરીટભાઈ પ્રાણલાલ સોની તેમજ આધારસ્થંભ દાતાઓ હધુભાઈ સજણ ગાગિયા હ. દેવરાજભાઈ, પાલુભાઈ હરજી ગીલવા, ખીમરાજ દેવરાજ વરમલ, સાવિત્રીબેન રમણલાલ સુંબળ, દિલીપ કેશવલાલ કંદોઈ, બબુભા નારાણજી જાડેજા, પ્રેમસંગજી સંગ્રામજી જાડેજા, માતા દેવકાબેન વશનજી ગાલા, મંગાભાઈ વસરામ વેજાણી, માતા લક્ષ્મીબેન માવજી દેઢીઆ, માધુભા હઠાજી જાડેજા હ. મહીપતસિંહ જીવુભા, રાણુભા હઠાજી જાડેજા હ. સુલતાનજી, ખેતુભા, માતા મેઘબાઈ નારાણભાઈ વારૂઆણી, વાલાભાઈ પુનશી શાખરા, વિક્રમસિંહ જટુભા જાડેજા, ઘનશ્યામ કેશવલાલ કંદોઈ હ. ભાવિકભાઈ  તેમજ અન્ય દાતાઓનું શાલ તેમજ મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.શિવમંદિર દ્વાર ખોલવાનો તેમજ ધજાનો ચડાવો કિરીટભાઈ સોની, કળશ દિલીપભાઈ કંદોઈ, હિંગલાજ માતાજી મંદિર દ્વાર  દીપક બાબુલાલ સોની, કળશ અમર સોની, ધજા કાંથુભા બબુભા જાડેજા, ખેતરપાળ, શીતલા માતાજી દ્વાર-ધજા પ્રેમસંગજી સંગ્રામજી જાડેજા, હનુમાનજી મંદિર દ્વાર - ધજા દેવરાજ હધુભા ગાગિયા, શનિદેવ મંદિર દ્વાર - ધજા ભાવિક ઘનશ્યામભાઈ કંદોઈએ ચડાવા દ્વારા નક્કી થઈને ધાર્મિકવિધિ સંપન્ન કરાવી હતી. દક્ષીણ જેશર-જાડેજા ભાયાત દ્વારા નુતન મંદિર નિર્માણ તેમજ જિર્ણોદ્ધારના પ્રેરક કિરીટ પ્રાણલાલ સોનીનું ચાંદીની તલવાર અર્પણ કરીને સન્માનયા હતા સાથે જિર્ણોદ્ધાર સમિતિના સભ્યો દેવરાજ હધુભાઈ ગાગિયા, દિલીપ કેશવલાલ કંદોઈ, પ્રેમસંગજી સંગ્રામજી જાડેજા, ગોપાલ પાલુભાઈ ગીલવા, મહિપતસિંહ દિપુભા જાડેજાનું સન્માન ભાયાત દ્વારા થયું હતું. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં 12 યુગલો શાત્રોક્ત વિધિથી જોડાયા હતા. 2 દિવસ પ્રસાદ ભોજન તેમજ ત્રીજા દિવસે મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ લીધો હતો. શોભાયાત્રા દરમ્યાન વૈશ્નવ સમાજના વેપારી ભાઈઓએ પોતાના કામ-ધંધા બંધ રાખી શોભાયાત્રામાં સામેલ થયા હતા. મહોત્સવના ત્રણે દિવસ મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.વૈશ્નવ સમાજની દરેક જ્ઞાતિના યુવાનો વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા. સ્થાનિક માધવ ગૌસેવા સમિતિએ ત્રણે દિવસ રસોડાની વ્યવસ્થાનું સંચાલન કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer