કોંગ્રેસે પસીનો રેડીને ઊભી કરેલી સરકારી મિલકતો ભાજપ વેચે છે

કોંગ્રેસે પસીનો રેડીને ઊભી કરેલી સરકારી મિલકતો ભાજપ વેચે છે
પલાંસવા (તા. રાપર), તા. 25 : કોંગ્રેસ પાર્ટીએ પસીનો રેડીને ઊભી કરેલી સરકારી મિલકતો ભારતીય જનતા પાર્ટીની  સરકાર વેચી રહી હોવાનું રાપર તાલુકા કોંગ્રેસ તથા રાપર વિધાનસભા મત વિસ્તાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલનમાં પક્ષના જિલ્લા ઉપપ્રમુખ બાબુલાલ દવેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું. પક્ષમાં કોંગ્રેસની મજબૂત વિચારધારાને અનુરૂપ વ્યકિતઓને  યોગ્ય સ્થાન આપવું જોઇએ તેવું ઉમેર્યું હતું. રાપર લોહાણા સમાજવાડી ખાતે કાર્યક્રમમાં  સમગ્ર વાગડમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, વિવિધ સેલ તથા પાંખના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટય પક્ષના અગ્રણી તથા ઉદ્યોગપતિ ભચુભાઇ આરેઠિયા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી દવે, ભુરાલાલ મકવાણા (માજી સદસ્ય જિ.પં.), રાજારામ ભગત, બળવંતસિંહ જાડેજા (પ્રમુખ, ભચાઉ તાલુકા કોંગ્રેસ), બહાદુરસિંહ પરમાર (પ્રમુખ, રાપર તાલુકા કોંગ્રેસ) દ્વારા કરાયું હતું.જિ.પં.ના પૂર્વ સદસ્ય તથા કોળી સમાજના આગેવાન ભુરાલાલ સામતાએ ખભેખભા મિલાવી કોંગ્રેસ પાર્ટીને જીતાડવા હાકલ કરી હતી. ઉદ્યોગપતિ ભચુભાઇ આરેઠિયાએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ નર્મદા યોજનાનો પાયો નાખ્યો હતો. જેના ફળ આજે ગુજરાતની જનતા ચાખી રહી છે. ખેડૂતો તથા મજદૂરોની વ્યથા કોંગ્રેસ પાર્ટી જ સમજી શકે તેમ છે. કરમશીભાઇ?વૈદ્યે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી. ભચાઉ તાલુકા કોંગ્રેસના પ્રમુખે ભાજપની નિષ્ફળતાઓ લોકો સુધી લઇ જવા હાકલ કરી હતી. વસંત મહેશ્વરી, રમજુ રાયમા, ભીમજી ખોડે પણ વક્તવ્ય આપ્યા હતા.આ પ્રસંગે અજિતસિંહ પરમાર (વિરોધ પક્ષના નેતા રાપર તા.પં.), લક્ષ્મણસિંહ વાઘેલા, જયવીરસિંહ વાઘેલા, કાન્તિલાલ ઠક્કર, બબાભાઇ?લોડાણી, ગોરાભાઇ મકવાણા, નરેન્દ્ર દૈયા, ભરત મઢવી, કરશનભાઇ ઠાકોર, મમુભા જાડેજા,  વિનય પરસોંડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જિલ્લા મંત્રી સહદેવસિંહ જાડેજાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer