ભુજમાં હુમલાની ઘટનામાં ત્રણ જણ ઘવાતાં સારવારમાં

ભુજ, તા. 25 : શહેરમાં ભીડનાકા બહાર દાદુપીર રોડ ઉપર ચાકીવાડી વિસ્તારમાં ત્રણ ઇસમે કરેલા હુમલામાં ત્રણ જણ જખ્મી થયા હતા. જેમને દવાખાને ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે બનેલા આ કિસ્સામાં કુલસુમબેન ઉમરભાઇ મમણ (ઉ.વ.45), ઇરશાદ રઝાક વીરા (ઉ.વ.16) અને સાબીરા રઝાક વીરા (ઉ.વ. 33)ને ઇજાઓ થઇ હતી. આ ત્રણેયને જનરલ હોસ્પિટલ દાખલ કરાયા હતા.ભોગ બનનારાને હોસ્પિટલ ખસેડનારે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત અનુસાર પડોશમાં રહેતા અલીમુદીન ચાકી અને તેના બે ભાઇએ આ હુમલો કર્યો હતો. ભુજ બી. ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer