ભુજમાં મિનિ ટેમ્પો હડફેટે માધાપરના સાઇકલ ચાલક પ્રૌઢે જીવ ગુમાવ્યો

ભુજ, તા. 25 : શહેરમાં ભીડનાકા બહાર માધાપર તરફ જતા ધોરીમાર્ગ ઉપર હિતેન ધોળકીયા વિદ્યાલય નજીક સંજયનગરી ત્રણ રસ્તા પાસે મિનિ ટેમ્પો હડફેટે માધાપર ગામના સાઇકલ ચાલક જીતેશ રામજી હંસોરા (ઉ.વ.50)નો જીવનદીપ બુઝાયો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ભોગ બનનારા પ્રૌઢ સાઇકલ ચલાવીને જઇ રહયા હતા ત્યારે ડિવાઇડર પાસેના વળાંક ઉપર ગઇકાલે બપોરે તેમને આ અકસ્માત નડયો હતો. ગંભીર ઇજા પામેલા આ હતભાગીનું બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બનાવ બાબતે ભુજ બી. ડિવિઝન પોલીસે મિનિ ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer