આદિપુરમાં સહિયારી થાપણમાંથી 35 કરોડની ઉચાપત !

ગાંધીધામ, તા. 25 : કોરોનાને કારણે પતિના મૃત્યુ બાદ તેમના પરિવારજનો અને  એકમના કર્મચારીઓએ એકસંપ કરી  પત્નીની બનાવટી અરજીઓ તથા સહિ  સિકકાના આધારે ફિકસ ડીપોઝીટની રકમ તથા બેન્કમાં ગેરવ્યવહાર કરી આશરે 35 કરોડની રકમની ઉચાપત કરી હોવાનો કિસ્સો આદિપુર પોલીસ ચોપડે નોંધાયો  છે.પોલીસે શર્મીલા કૌશિક અગ્રવાલની ફરિયાદને ટાંકીને કહયુ હતુ કે  કોરોનાના કારણે ગત તા. 25/4ના  તેમના પતિ કૌશિક અગ્રવાલનુ અવસાન થયુ હતું. ત્યારબાદ ફરિયાદીએ તેમના પતિના નામે અનેક  ધંધા   માલિકીમાં તથા  ભાગીદારીમાં ચાલતા હતા. જેમાં અંબિકા ઓટો મોબાઈલ્સ આઈ.ઓ.સી પેટ્રોલ પમ્પ મીઠીરોહર, વિનાયક પેટ્રોલપંપ (આઈ.ઓ.સી) મુન્દ્રા, ટાયર પોઈન્ટ-મીઠીરોહર, શ્રી શ્યામ પેટ્રોલ પંપ-મુન્દ્રા, એ.કે. લોજીસ્ટીક, શ્રી બાલાજી પેટ્રોલિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં ફરિયાદીએ  તેના મોટા દિયર ચિરાગ અગ્રવાલ, તેની પત્ની નિલમ અગ્રવાલ, સાસુ પુષ્પા અગ્રવાલ  તથા પતિના કૌટુંબિક વ્યવસાયમાં એકાઉન્ટ સંબધિત કામ સંભાળતા હરીશંકર શર્મા, સચીન મહેશ્વરી, ગોપાલ નારંગ, મનોહર શર્મા તથા  ભાડુઆત ગજેન્દ્ર પટેલ  વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. પતિના મૃત્યુ બાદસાસરીયા પક્ષકારોએ મૃતક પતિના વ્યવસાય અને ભાગીદારી, બેન્કના ખાતા, મોબાઈલ ફોન, ઈ.મેલ.આઈ ડી, ક્રેડીટ અને ડેબીટ કાર્ડ, શેર ખાતા સહિતની અગત્યની માહિતી માંગણી કરવા છતાં આપી  ન હતી. આ ઉપરાંત જે વ્યવસાયમાં ફરિયાદી ખુદ ભાગીદાર હોવા છતાં તેની પણ માહિતી આપી ન હતી.ગત તા. 24 મેના ફરિયાદીના બચત ખાતામાંથી 63.51 લાખની રકમ તેમના પતિના અંબિકા ઓટોમાબાઈલ્સના જી.એમ. સી.બી ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. બાદમાં આરોપી ચિરાગે  આ રકમ પોતાના ખાતામાં જમા કરી  પોતાની પત્ની અને પુત્રીના નામે ફિકસ ડીપોઝીટ કરી હતી. આ ઉપરાંત  મૃતક પતિએ પોતાના નામે  20 લાખની તથા સંતાનોને નામે 2.12લાખ  ફિકસ ડીપોઝીટ કર્યા હતા. ફરિયાદીના પતિની જુદી-જુદી બેન્કોમાં અંદાજીત 4.5 કરોડની ફિકસ ડિપોઝીટની રકમ પડી છે.આ ઉપરાંત ફરિયાદી  શર્મીલાબેનના નામે  બી.એમ. સી.બી બેન્કમાં 43.3 લાખની ફિકસ ડિપોઝીટ તેમના પતિએ કરી હતી. તે કાર્યકાળના કર્મચારી  મનોહર શર્મા, સચિન  મહેશ્વરી, ચિરાગ અગ્રવાલે એકમત થઈ બેન્કમાં  બનાવટી સહી અને પત્ર વડે આ રકમ ઉપાડી લીધી હતી.અંબિકા ઓટોમોબાઈલનુ ખાતુ તથા ડમી ખાતે પેટ્રોલપંપના ભાડેદાર  ગજેન્દ્ર પટેલના નામે એ.યુ સ્મોલ ફાઈનાન્સ  બેંકમાં ખોલવામાં આવ્યુ છે. ડમી ખાતા પર ગ્રાહકો પાસેથી અંબિકા ઓટોમોબાઈલ્સ નામે અવારનવાર પૈસા જમા  થાય છે. આરોપી ચિરાગ બેંકના તથા અન્ય કાગળોમાં  સહિ કરવા જબરજસ્તી કરે છે. ના પાડતા  જાનથી મારી નાખવાની ધમકી આપે છે.આરોપીઓએ એક સંપ કરીગત તા.26/4 થી તા.25/11 સુધીના સમયગાળામાંફિકસ ડિપોઝીટ અને બેન્કીંગ વ્યવહારમાં નાણાની હેરફેર કરી અંદાજીત 35 કરોડની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ હરેશકુમાર તિવારી ચલાવી રહયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer