ગાંધીધામ સંકુલમાં લારીઓ માટે હોકર્સ ઝોનની હિમાયત

ગાંધીધામ સંકુલમાં લારીઓ માટે હોકર્સ ઝોનની હિમાયત
ગાંધીધામ, તા. 25 : આ પંચરંગી સંકુલમાંના વિભિન્ન સ્થળે ગોઠવાયેલા લારી -ગલ્લા ને લઈ  ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નો સર્જાતા હોવાની રાવ ઉઠી છે. તો બીજી બાજુ વહીવટી તંત્ર ધ્વારા આવા નાના વેપારીઓ સરળતાથી આજીવીકા રળી શકે તે માટે બનાવેલી હોર્કીસ ઝોનની યોજનાની સરકારી ફાઈલો દબાઈ છે.જાગૃતનાગરીકોએ લારી ગલ્લા વાળા શહેરીજનોને કનડગત ન સર્જ તે પ્રકારે વેપાર કરે તો કોઈ મુશ્કેલી ન હોવાનો સૂર વ્યકત કર્યો હતો. શહેરની મુખ્ય બજારમાં  સરદાર વલભ્ભભાઈ પટેલની પ્રતિમા નજીક તથા મામલતદાર કચેરી પાસે ગોઠવાયેલી રેકડીઓ વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જ છે.રેલવે  સ્ટેશનના સામેના  ભાગે  આડેધડરીતે ઉભા રહેતી છકડો -રીક્ષાઓ પણ સમસ્યાઓ સર્જ છે. આ ઉપરાંત લીલાશાહ નગર સર્કલ તથા ઓમ-સિનેમા થી રાજવી ફાટક તરફ જતા માર્ગ ઉભેલી લારીઓમાં અવનવી વાનગીઓનો સ્વાદ ચાખવા આવતા વાનગીપ્રેમીઓ રસ્તા ઉપર વાહન ઉભુ રાખતા અન્ય વાહન ચાલકોને હાડામારી વેઠવી પડે છે. દરમ્યાન બેન્કીંગ સર્કલમાં ઉભેલી લારીઓથી કોઈ પ્રકારની કનડગત ન હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.પંરતુ અત્રે  અસ્તવ્યસ્ત વાહન પાર્કિંગની સ્થિતિ નાગરીકોની આંખોમાં ખુચે છે. આ જ પ્રકારે જોડીયા શહેર આદિપુરમાં આદીસર તળાવ પાસે  રજાનાદિવસોમાં નાસ્તાઓની લારીઓને કારણે અવારનવાર વાહન વ્યવહારને અસર થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સંતોષી માતા મંદિર ચાર રસ્તા તથા અન્ય સ્થળોએ પણ આ જ કહાની હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું.નગરમાં કેટલીક જગ્યાઓ ઉપર પોતાની દુકાન પાસે  નાની લારીવાળાઆને ઉભા રહેવા દેવા  માટે વેપારીઓ છુપી રીતે  ભાડા વસુલતા હોવાનો ગણગણાટ સંભળાયો હતો.ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાણીએ કહયુ હતુ કે  મુખ્ય બજારમાં ચાવલાચોક પાસે ખડકાયેલી નાની લારીઓ ટ્રાફિકજામની સમસ્યા સર્જે છે.પંરતુ શહેરમાં રોજગારી મેળવતા આ નાના વેપારીઓ ગરીબ અને મધ્યમવર્ગ આશીર્વાદરૂપ છે.વેપારીઓ શાંતિથી વેપાર કરી શકે તે માટે ચૌકકસ સ્થળ હોવા જોઈએ.ગાંધીધામ ચેમ્બર પ્રમુખ અનિલ કુમાર જૈને  જણાવ્યુ હતુ કે નગરમાં મોકાના સ્થળોએ  ઉભતા લારીગલ્લા વાળાઓ વાહનવ્યહારને અસર પહોંચાડે છે. ગંદકીને કારણે શહેરની સુંદરતા પણ જળવાતી નથી.પ્રત્યેક વ્યકિતને  રોજગારી મેળવવાનો અધિકાર છે. વહીવટીતંત્રે  જુદા-જુદા સ્થળોએ હોર્કસ ઝોન વિકસાવીને આ વર્ગને તેમા સમાવિષ્ઠ કરી સ્વચ્છતા જળવાય તે પ્રકારનુ સુદઢ આયોજન ગોઠવવુ જોઈએ.શહેર ટ્રાફિક વિભાગના  પી.એસ.આઈ કે.આર.જાટીયાનો સંપર્ક કરતા તેમણે કહયુ હતુ કે   ટ્રાફિકને અડચણરૂપ રેકડીવાળાઓને   વાહન વ્યવ્હારને અસર ન થાય તે મુજબ ન ઉભા રહેવા સુચના આપવામાં આવતી હોય છે. આ પ્રકારના અતિક્રમણો દૂર કરવા માટે સંબંધિત તંત્રોને જાણ કરવામાં આવી હોવાનુ તેમણે ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે નગરપાલિકા ધ્વારા ભુતકાળના સમયમાં  હોર્કસ ઝોન ઉભા કરી લારીઓને તે સ્થળતાંર કરવાનું આયોજન કરાયુ હતું.પંરતુ સરકારીબાબુઓ અને રાજકીય  અગ્રણીઓની ઈચ્છા શકિતના અભાવે આ પ્રકલ્પ ટલ્લે ચડયો હોવાનુ જાણકારોએ ઉમેર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer