આદિપુરમાં મચ્છરજન્ય રોગચાળા સંદર્ભે યોજાયો નિદાન શિબિર

ગાંધીધામ, તા. 25 : અહીંના મારવાડી યુવા મંચ અને આઇ.એમ.એ. દ્વારા આદિપુર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આદિપુરના મારવાડી ભવન ખાતે આ કેમ્પ યોજાયો હતો, જેમાં ડેંગ્યુ, ચિકનગુનિયા, વાયરલ તાવ, મેલેરિયાના 38 દર્દીઓની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી તેમજ  તેમને નિ:શુલ્ક દવાઓનું વિતરણ કરાયું હતું.આ કેમ્પમાં  ડો. હિરલ પંડયા, ડો. કુલદીપ મેનિયા,  ડો. તાન્યા જોનવાલ,  ડો. કિશન કટુઆએ પોતાની સેવાઓ આપી હતી. મંચ દ્વારા આઇ.એમ.એ.ના પ્રમુખ ડો. બળવંત ગઢવી તથા ઉપસ્થિત રહેલા તમામ તબીબોને  સ્મૃતિચિહ્ન આપી તેમનું સન્માન કરાયું હતું.શિબિરને સફળ બનાવવા માટે મંચના પ્રમુખ સંદીપ બાગરેચા તથા નંદલાલભાઇ ગોયલ, સુનિલ બજાજ, શૈલેન્દ્ર જૈન, ઓમપ્રકાશ સરિયાલા, જયેશ ગુપ્તા, શ્રીરામ ચૌધરી, ફતેહસિંહ રાઠોડ વગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer