ઈન્સ્ટા પર 15 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવનારો વિરાટ પહેલો એશિયન

નવી દિલ્હી, તા. 22 : ભારતીય કપ્તાન વિરાટ કોહલીને તેની આક્રમક બેટિંગ અને અવિરત સફળતાને લીધે વિશ્વ નંબર વન ક્રિકેટર માનવામાં આવે છે. ક્રિકેટના કિંગ ગણાતા કોહલીનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે, જેની સંખ્યા વધતી જ રહે છે, જેથી બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર નેમારને પાછળ રાખવાની નજીક કોહલી પહોંચી ગયો છે.ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા માર્ચ મહિનામાં 100 મિલિયન એટલે કે એક કરોડને પાર પહોંચી હતી. આ જાદુઇ આંકડે પહોંચનારો કોહલી દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે, જ્યારે રમતની દુનિયાનો એકંદરે ચોથો ખેલાડી બન્યો હતો. સેલિબ્રિટી લિસ્ટમાં તે 23મો શખ્સ હતો જેના ઈન્સ્ટા પર એક કરોડથી વધુ ચાહકો હોય. હવે વિરાટ કોહલીએ 1પ0 મિલિયનનો આંકડો પાર કરી લીધો છે. અહીં પહોંચનારો તે પહેલો એશિયન બન્યો છે. હાલ તેના 162 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે નેમારના ઈન્સ્ટા પર 163 મિલિયિન ફોલોઅર્સ છે. બની શકે છે કે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન કોહલી નેમારથી આગળ નીકળી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનાં નામે છે. તેના 3પ8 મિલિયન ફોલોઅર્સ છે. બીજા નંબર પરના લિયોનલ મેસ્સીના 276 મિલિયન ફોલોઅર્સ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer