પડાણા સીમમાંથી 28 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 22 :તાલુકાનાં પડાણા ગામની સીમમાંથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમે  રૂા.28,050ના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર મિનિ પંજાબી હોટેલ ઢાબાના પાછળના ભાગે અંગ્રેજી દારૂ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી હતી. દરમ્યાન, આ સ્થળેથી પોલીસે આરોપી અંગ્રેજસિંહ ઉર્ફે પહેલવાન લખબીરસિંહ જાટની ધરપકડ કરી તેની પાસેથી ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની 750 એમ.એલ.ની બોટલ નં. 57 કબ્જે લીધી હતી. પકડાયેલા આ દારૂની કિંમત રૂા. 28,050 આંકવામાં આવી હતી. આ પ્રકરણમાં અન્ય આરોપી સામેલ છે કે કેમ ? સહિતના મુદ્દે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer