કચ્છના શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત

કચ્છના શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત
ભુજ, તા. 22 : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરાતાં ઉકેલની ખાતરી અપાઈ હતી. અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલે પત્ર પાઠવી મોંઘવારી એરિયર્સ ચૂકવવા, સી.પી.એફ. ખાતા સમયસર ખોલવા, શિક્ષકો દ્વારા વેકેશન કે જાહેર રજાની કામગીરીની વળતર રજાનો પરિપત્ર કરવા અંગે, એલ.ટી.સી., સંયુક્ત ગ્રાન્ટ ફાળવવા બાબતે જ્યારે નાયબ ચૂંટણી અધિકારીને બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા શિક્ષકોના પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરી હતી. રજૂઆત વેળાએ સંગઠન મંત્રી કિશોરસિંહ ચૂડાસમા, રાજ્ય પ્રતિનિધિ નારણભાઈ ગઢવી, જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયા વગેરે જોડાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer