ઉમેદનગર માર્ગે થતી કામગીરીમાં પાણી છંટાતું જ ન હોવાની ફરિયાદ

ઉમેદનગર માર્ગે થતી કામગીરીમાં પાણી છંટાતું જ ન હોવાની ફરિયાદ
ભુજ તા. 22 : શહેરના ઉમેદનગર માર્ગે હમીરસર બ્યૂટિફિકેશન અંતર્ગત વિકસતા નવા સ્થળની કામગીરીમાં પાણી છંટકાવ ન કરાતો હોવાની ફરિયાદ જાગૃત નાગરિકોમાં ઊઠી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ સુધરાઈ દ્વારા હમીરસર બ્યૂટિફિકેશન પ્રોજેકટ અંતર્ગત લેક વ્યૂથી ઉમેદનગર માર્ગે નવું સ્થળ વિકસી રહ્યું છે. પરંતુ કામગીરી દરમ્યાન પાણી છંટકાવ ન કરાતું હોવથી સિમેન્ટનું કામ નબળું થશે અને લોકોને મળેલી સુવિધા થોડા સમયમાં જ જર્જરિત થઈ જશે તેવી ભીતિ જાગૃત શહેરીજનો વ્યકત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હમીરસર પ્રોજેકટ માતબર ખર્ચે આગળ ધપી રહ્યું છે અને શહેરને એક નવું જ હરવા-ફરવાનું રમણીય સ્થળ બનશે તેમજ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને પણ આ સ્થળ પ્રભાવિત કરશે ત્યારે અહીં થતી કામગીરી મજબૂત અને ટકાઉ બને તે બાબતે સુધરાઈના સત્તાધીશો કામની વારંવાર ચકાસણી કરે તેવી લોકમાંગ પણ ઊઠી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer