નરેડીમાં મોમાય માતાજીનાં મંદિરમાં બારેક હજારની ચોરીથી ચકચાર

ભુજ, તા. 22 : લખપત તાલુકાનાં નરેડી ગામે મોમાય માતાજીનાં ખુલ્લાં મંદિરમાંથી દશથી બાર હજારની તસ્કરી થઇ હતી. નરેડીના કરશનજી કાનજી જાડેજાએ લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. 15મીની સવારથી તા. 19મીની સાંજ દરમ્યાન આ ઘટના બની હતી. તસ્કરો મંદિરની દાનપેટીની દશથી બાર હજારની રકમ ઉઠાવી ગયા હતા તેવું ફરિયાદમાં લખાવાયું છે. ના. સરોવર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer