પાક.ના પૂર્વ કપ્તાન ઇન્ઝીના મતે ભારતીય ટીમ ફેવરિટ

નવી દિલ્હી, તા. 21 : ટી-20 વિશ્વ કપના ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનાર સૌથી મોટા મુકાબલા પૂર્વે પાક. ટીમના પૂર્વ કપ્તાન અને પૂર્વ મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે કહ્યંy છે કે ટૂર્નામેન્ટમાં ભારત સૌથી ખતરનાક ટીમ છે અને ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે.ઇન્ઝમામે એક મુલાકાતમાં જણાવ્યું કે યૂએઇ અને ઓમાનની પરિસ્થિતિમાં ટ્રોફી જીતવાનો મોકો ભારત પાસે વધુ છે. કોઇપણ ટૂર્નામેન્ટમાં નિશ્ચિત રીતે કહી શકાય નહીં કે એક વિશેષ ટીમ જીતશે. ફકત કોની પાસે મોકો વધુ છે તેનું તારણ આપી શકાય. મારા મતે ભારતની પાસે બીજી ટીમ કરતા ચેમ્પિયન થવાની વધુ તક છે. ખાસ કરીને યૂએઇની પરિસ્થિતિને લઇને. હક કહે છે કે તમે જોયું હશે કે અભ્યાસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 1પ3 રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમ માટે વિરાટ કોહલીએ બેટિંગમાં આવવાની જરૂર પડી ન હતી. ભારતે આસાનીથી જીત મેળવી લીધી હતી. એ બતાવે છે કે તે કેટલી ખતરનાક છે.ભારત -પાક. વચ્ચેના મેચ વિશે ઇન્ઝમામે કહ્યંy કે આ તો ફાઇનલ પહેલાનો ફાઇનલ મેચ છે. આ મેચ જીતનારી ટીમનો મનોબળ વધશે અને પ0 ટકા દબાણમુકત પણ થઇ જશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer