બન્ની-પચ્છમનાં પંદરેક ગામમાં આદ્યશક્તિની આરાધના

બન્ની-પચ્છમનાં પંદરેક ગામમાં આદ્યશક્તિની આરાધના
ખાવડા, તા.13 : છેલ્લા થોડા વર્ષોથી પચ્છમ બન્નીના અનુ.જાતિ સાથે અનુ.જનજાતિના સમાજને રા.સ્વ.સંઘની  સેવા સાધના  પાંખની સહાનુભૂતિ સાથેની હુંફ થકી સંસ્કૃતિ માટે જાગૃતિ આવી છે અને વિવિધ ઉત્સવો મનાવાઇ રહયા છે જે પૈકી વર્તમાન શક્તિ ઉપાસનાનું પર્વ પણ જબરા ઉત્સાહથી પંદરેક ગામડાંઓમાં ઉજવાઇ રહ્યું છે ભીટારા લુણા ચામુંડાવાસમાં ચાલુ વર્ષથી સીમા જનકલ્યાણના કાર્યકરોએ લોકોને ગરબા સાથે આનુસાંગીક પુજા સામગ્રી વિતરિત કરી નવરાત્રી શરુ કરવા પ્રોત્સાહિત કર્યા છે.ગોરેવાલી, માધવનગર, હોડકા, ભીરંડીયારા,મીસરીયાડા, ધ્રોબાણા, કુરન, ખારી, ગોળપર, જામકુનરીઆ, આશાપર, ગાંધીનું ગામ અને મથક સમાન ખાવડામાં દેવી આરાધનાનો ઉત્સવ અગાઉથી ઉજવાઇ રહ્યો છે ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવતા લોકોને લુણા ગોરેવાલી ભીટારામાં મંદિર સહીતના પાકા ભુંગા આકારના આસીયાનાનો સહારો મળતા મનોબળ વધ્યું છે ઉપરાંત રોજગારી  અને  શિક્ષણ  સહીત  આરોગ્ય  સુખાકારી માટે પણ  સઘન પ્રયાસો થઇ રહ્યા છે. ભૂકંપ બાદ છેલ્લા અઢારેક વરસથી ઉનાળામાં તાલપત્રી, શિયાળામાં સ્વેટર-ધાબળા  તેમજ  કપડા વિ. કાળજીપૂર્વક અપાય છે તો દરેક તહેવારોમાં મીઠાઇ, દિવાળી પર ફટાકડા પણ તેમના સ્વમાન જળવાય તે રીતે  પ્રાન્ત  સેવા પ્રમુખ નારાણભાઇ વેલાણીના માર્ગદર્શન  નીચે અપાય છે અગાઉ શિશુરથથી શિક્ષણ અપાતું હવે એકલ વિદ્યાલયના માધ્યમથી બે કલાક વિસ્તારના કે ગામના શિક્ષિત વ્યકિતઓને માનધન આપી શિક્ષણ અપાય છે અમુક તાલિમબધ્ધ વાઢા પરિવારોના યુવક, મહીલા કે આધેડના  મુખે સંઘ પ્રાર્થના સુર તાલ લય વાજીંત્રો સાથે સાંભળી પ્રભાવિત થઇ જવાય છે તેમની તમામ પ્રકારની જરુરિયાતો અને રીતિરિવાજથી વાકેફ એવા શાન્તીભાઇ ઠક્કર સેવાનો ધુણો ધખાવી બેઠા છે ઉપરાંત રાજેશભાઇ ઠક્કર સહીતના કાર્યકરો સતત ફરતા રહી સંઘના સેવા સાધનાના સુત્રને સાર્થક કરી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer