ચીરઈ પાસે ચોરાઉ બાઈક સાથે ઝડપાયેલા શખ્સે બાઈક ચોરી કબૂલી

ચીરઈ પાસે ચોરાઉ બાઈક સાથે ઝડપાયેલા શખ્સે બાઈક ચોરી કબૂલી
રાપર, તા. 25 : ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ પાસે પોલીસે ચોરાઉ મનાતી બાઈક સાથે ઝડપાયેલા શખ્સે ત્રણ વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીના કબ્જામાંથી ચોરાઉ વાહનો કબ્જે કરાયાં હતાં. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે ભચાઉ પોલીસે ગત મોડી રાત્રિના નવી મોટી ચીરઈ પાસે  વોચ ગોઠવી હતી. બાતમીના આધારે નંબર વગરની બાઈક લઈને આરોપી રામ ઉર્ફે રામલો વિરમ કોલી ચીરઈ બસ સ્ટેશન પાસે પહોંચ્યો હતો. પોલીસે તેને રોકીને બાઈક અંગે પૂછપરછ કરતાં બાઈકના કોઈ આધારપુરાવા રજૂ કરી શકયો ન હતો.  પોકેટ કોપની મદદથી તપાસ કરતાં નંબર વિનાની બાઈક વીશા સવાભાઈ (ટપ્પર)વાળાની હોવાનું હોવાનું બહાર આવ્યું હતું. આ બાઈક આરોપીએ ભીમાસરથી  ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીની આદરાયેલી પૂછપરછ દરમ્યાન તેણે વધુ બે ચોરાઉ બાઈક ઘરમાં રાખી હોવાની કેફિયત આપતા પોલીસે તેના ઘરેથી વધુ બે બાઈક કબ્જે કરી હતી. તમામ બાઈકની નંબર પ્લેટ કાઢી લેવામાં આવી હતી. આ કામગીરીમાં ભચાઉ પી.આઈ. જી.એલ.ચૌધરી, સર્વેલન્સ સ્ટાફ અને ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ  જોડાયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer