રાપરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા બે પૈકી એક આરોપી કાયદાના સકંજામાં

રાપરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા બે પૈકી એક આરોપી કાયદાના સકંજામાં
રાપર, તા. 25 : યુવતીની હત્યાના કેસમાં ઝડપાયેલા અને તાજેતરમાં રાપર ખાતે પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપી પૈકી એક આરોપી આખરે 20 દિવસ બાદ ભીમાસર ભુટકીયા પાસેથી ઝડપાઈ ગયો હતો. બીજા ફરાર આરોપીને ઝડપી પાડવા પણ  પોલીસે  ચક્રો વધુ તેજ કર્યા છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી તુલશી બાબુ કોલી અને સુખદેવ  રામસંગ કોલીએ યુવતીને ઝેરી દવા પીવરાવી હત્યા નીપજાવી હતી. આ કેસમાં બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ગત તા. 6ના ગળપાદર જેલમાંથી રાપર લવાયા હતા. પરત ગળપાદર લઈ જતી વખતે બાદરગઢ પાસે  પોલીસને ચકમો આપી બન્નેઆરોપીઓ નાસી ગયા હતાં. પોલીસે ત્વરીત જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરી હતી. દરમ્યાન  ફરાર આરોપી પૈકી તુલશી કોલી ભીમાસર ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં છુપાયેલો હોવાની બાતમી મળતા આડેસર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે આરોપી તુલશીને પકડી પાડયો હતો. આરોપીઓ ફરાર થયા બાદ જંગલ વિસ્તારમાં અને અવાવરૂ જગ્યામાં આસરો લીધો હતે. સુખદેવને ઝડપી પાડવા ચકઐરો વધુ તેજ કરાયા છે. આ કાર્યવાહીમાં આડેસર પી.એસ.આઈ બી.જી રાવલ, શૈલેષ ચૌધરી, વિષ્ણુદાન ગઢવી, ઈશ્વરભાઈ કાદરી, સગથાજી મકવાણા, મહેન્દ્રસિંહ છાયદરા, જયંતિ ચૌધરી, દશરથ ચૌધરી, ભગવાન ચૌધરી વિગેરે જોડાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer