બોક્સ ક્રિકેટમાં `જોરદાર રોયલ્સ'' વિજેતા

બોક્સ ક્રિકેટમાં `જોરદાર રોયલ્સ'' વિજેતા
ભુજ, તા. 25 : રમત ક્ષેત્રે યુવાનોનું કૌશલ્ય ખીલે તેવા હેતુ સાથે રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ વિબગ્યોર દ્વારા યોજાયેલી બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 40 ટીમો વચ્ચે મુકાબલાના અંતે `નમન ફાઇટર્સ'ને હરાવી `જોરદાર રોયલ્સ' વિજેતા થઇ હતી.આયોજન સફળ બનાવવા માટે માર્ગદર્શન ક્લબના મેન્ટર નિપુર શેઠ તથા ક્લબના સભ્ય હરદેવસિંહ જાડેજા દ્વારા અપાયું હતું. પેરેન્ટ ક્લબ રોટરી-ક્લબ ઓફ ભુજ વોલસિટીના પ્રમુખ રાજેશ માણેક તથા સેક્રેટરી નીરજ શાહ અને ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ પ્રમોશન કમિટીના સેક્રેટરી બીમલ મોરબિયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સ્પર્ધાના અંતે ચેમ્પિયન ટીમ જોરદાર રોયલ્સ અને રનર્સ અપ ટીમ નમન ફાઇટર્સના ઇનામો રોટરેક્ટ ડિસ્ટ્રીક્ટ કમિટી કો-ઓર્ડિનેટર દત્તુ ત્રિવેદી તથા રોટરેક્ટ ક્લબના સભ્યો હર્ષ પ્રજાપતિ, અંકિતા પ્રજાપતિ, હીરેન જેઠી, આશિષ ઠક્કર, દેવાંશી ઠક્કર, જીલ પોમલ, ફોરમ વોરા, પારસ સંપત, શિવમ ઠક્કર, ભાવેશ  જેઠી દ્વારા આપવામાં આવ્યા હતા.ત્રણ દિવસ સુધી સ્પર્ધામાં કોમેન્ટેટર હરદેવસિંહ જાડેજાએ ભૂમિકા ભજવી હતી. મોટી સંખ્યામાં લોકોએ સ્પર્ધા માણી હતી. સ્કોરર પીયૂષ ઠક્કર અને ભવ્ય મહેતા તથા આર્થિક સહયોગી (સ્પોન્સર્સ) (1) કોલ્ડ બ્રૂ કોફી (2) નિશાંત શર્ટસ એન્ડ ટ્રાઉઝર્સ (3) અલીફ મોબાઇલ (4) ખાવડા મેસુક ઘર (5) નાઇન ટુ નાઇન કાર સ્પા (6) વિષ્ણુભાઇ માવાવાલા (7) સ્વસ્તિક ઓટો સ્વિંગ્સ યામાહા (8) રન સ્પોન્સરર નિર્ભય આહીર જેમણે ખેલાડીઓનો  ઉત્સાહ વધાર્યો હતો તથા પીયૂષ ઠક્કર, હર્ષદ ગોસ્વામી અને ભવ્ય મહેતાએ સ્વૈચ્છિક યોગદાન આપીને આ આયોજનને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. આયોજક ક્લબના પ્રમુખ દર્શન ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન નિર્ભય આહીર, સેક્રેટરી દિવ્યા પોમલ સાથે ક્લબ સભ્યોએ આયોજન સંભાળ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer