લાખાપર રામદેવપીરના મેળામાં દૂર-દૂરથી ભાવિકો ઉમટયા

લાખાપર રામદેવપીરના મેળામાં દૂર-દૂરથી ભાવિકો ઉમટયા
દયાપર (તા. લખપત), તા. 24 : લાખાપર રામદેવપીર મંદિરનો દર વર્ષે ભાદરવા સુદ-11નો મેળો ધામધૂમથી યોજાતો હોય છે અને દર વર્ષે પુના (મહારાષ્ટ્ર)થી પણ ભાવિકો અહીં આવતા હોય છે. દરેક સમાજના રસોડા ધમધમતા હોય છે. પરંતુ આ વખતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અને બીજું વરસાદ ઓછો પડતાં મેળા પર સીધી અસર  દેખાઈ હતી. મેળા સમિતિ દ્વારા મેળો રદ થયો છે તેવી અગાઉ જાહેરાત અખબારોમાં અપાઈ હતી. છતાં પણ દર્શનાર્થીઓએ ભાવપૂર્વક મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. મેળાની આગલી રાત્રે વિવિધ ભજન મંડળીઓ દ્વારા આરાધીવાણી, સંતવાણીની વર્ષો જૂની પરંપરાગત પદ્ધતિ જળવાઈ હતી. રાત્રે જશવંતભાઈ પટેલ, વિશ્વનાથ જોશીની સંતવાણી યોજાઈ હતી. જ્યારે બીજા દિવસે લાખાપર મંદિરના પૂજારી મહંત માનસંગજી દાદા અને પરિવાર દ્વારા ધ્વજારોહણ પૂજાવિધિ કરાઈ હતી. રામદેવપીરના ભક્ત લાખા રબારીના નામ પર ગામનું નામ લાખાપર પડયું હતું. આજુબાજુ ગામના ભાવિકો દર્શન કરવા ઉમટયા હતા. પરંતુ દુકાનોના સ્ટોલ ઊભા કરાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer