સણવામાં દિન દહાડે 3.85 લાખની ઘરફોડ

રાપર, તા. 25 : શહેરમાં ત્રણથી ચાર મહિનાના ગાળામાં દિન દહાડે મોટી રકમની ઘરફોડ ચોરીના બનાવ  તાજા જ છે ત્યારે આજે  તાલુકાના સણવા ગામમાં પશુપાલકના બંધ ઘરને પણ તસ્કરોએ ધેળે દહાડે નિશાન બનાવી રોકડ રકમ અને દાગીના સહીત રૂ.3.85 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપતા ચકચાર પ્રસરી છે.  મોટી રકમની ઘરફોડ ચોરીના બનાવના પગલે  પોલીસ બેડામાં દોડધામ થઈ પડી છે.  બીજી બાજુ ચિત્રોડમાં ઘેટા ચોરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 20ના ર.10 વાગ્યાથી બપોરે 3 વાગ્યાના અરસામાં પાંચ જ કલાકના ગાળામાં બન્યો હતો. સણવા ગામમાં પશુપાલક  ફરીયાદી વેલાભાઈ હરખાભાઈ રબારીના બંધ ઘરના તસ્કરોએ તાળા તોડી અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.  ઘરનો સમસમાન વેરવીખેર કરી કબાટની અંદર ડબ્બામાં રાખેલા રોકડા રૂ. 3.50 લાખ અને બે સોનાના થોરીયા, સોનાની એક જોડી બુટ્ટી, બે નંગ સોનાના ઓમ,  એક જોડી ચાંદીના સાંકડા, એક જોડી ચાંદીની બંગડી, સહીત રૂ. 35 હજારની કીમતના દાગીના તફડાવી ગયા હતા. ફરીયાદી પશુપાલક ગત તા. 20ના આંખ બતાવવા રાધનપુર ગયા હતાં. અને તેમના પુત્રી ચારણકા ખાતે લોકાઈમાં ગઈ હતી. ત્યાંથી પરત ઘરે આવતા ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.ફરીયાદી ઘરે આવ્યા હતાં. અને તેમણે જાતે તપાસ કરી હતી. પરંતુ કોઈ પતો ન લાગતા આજે ફરીયાદ નોંધાવી હતી. તેમની પાસે આવેલા ત્રણ લાખ અને પગારમાંથી બચાવલા રૂ. 50 હજાર સહીતની રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. - ચિત્રોડ ખાતે 7 ઘેટાની ચોરી : બીજી બાજુ રાપર તાલુંકાના ચિત્રોડ ગામમાં ઘેટાની ચોરી થઈ હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23ના રાત્રીના 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. ગામના પાદરમાં આવેલા વાડાનો દરવાજો ખુલ્લો હતો. તેમાંથી કોઈ અજાણ્યા તસ્કરો રૂ.35 હજારની કીમતના પાંચ ઘેટા ચોરી ગયા હતાં. ફરીયાદી વીરમભાઈ પબાભાઈ રબારી આલ વાડાનો દરવાજો બંધ કરવા ગયા ત્યારે ઓછા ઘેટા જણાયા. ઘેટાના પગના નિશાન તરફ આગળ વધ્યા ત્યારે કોઈ સફેદ કલરની કારમાં ઘેટાને લઈ જવાયા હતા. કારનો પીછો કર્યો પરંતુ નાસી ગયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer