દશેક વખત દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી કરવાના મામલે ફોજદારી

ભુજ, તા. 25 : છેલ્લા બારેક મહિનાના સમયગાળા દરમ્યાન દશેક વખત શરીર સબંધ બાંધીને યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવાનો મામલો દયાપર પોલીસ મથકે નોંધાયો છે. લખપત તાલુકાના એક ગામની રહેવાસી ભોગ બનનારી 20 વર્ષની વયની યુવતીએ આ મામલામાં આજે લખપત તાલુકાના લાખાપર ગામના અસલમ મુબારક રમજાન સુમરા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. દયાપર પોલીસે બળાત્કાર સહિતની કલમો લગાડી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer