તીરંદાજી વિશ્વ ચેમ્પિયનશિપમાં ફરી ગોલ્ડથી ચૂક્યું ભારત

નવી દિલ્હી, તા. 25: ભારતની મહિલા અને મિશ્રિત યુગલ કમ્પાઉન્ડ તિરંદાજી ટીમને કોલંબિયા સામે એકતરફી મુકાબલામાં હાર સાથે વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત પદકથી સંતોષ માનવો પડયો છે. ભારત વિશ્વ ચેમ્પિયનશિપમાં પોતાના સ્વર્ણ પદક માટે પડકાર આપી રહ્યું હતું. ભારત હજી સુધી ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી પરંતુ સૌથી વધારે 10 વખત પોડિયમમાં જગ્યા બનાવી છે. આ દરમિયાન ભારતે આઠ વખત ફાઇનલમાં પડકાર ફેંક્યો છે અને દર વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે.રેન્કિંગમાં ચોથા સ્થાને રહેલી અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેનામની ભારતીય સ્ટાર મિશ્ચિત જોડીએ એક અંકની બઢત સાથે શરૂઆત કરી હતી પણ પછી કોલંબિયાની ટીમનો દબદબો જોવા મળ્યો હતો.ભારતીય જોડીને અંતે 150-154થી હારનો સામનો કરવો પડયો હતો. જ્યોતિ, મુસ્કાન કિરાર અને પ્રિયા ગુર્ઝરની સાતમા ક્રમાંકની મહિલા ટીમને સારા લોપેઝ, એલેક્ઝાન્ડ્રા ઉસક્વિયાનો અને નોરા વાલ્ડેઝ સામે 224-229થી હારનો સામનો કરવો પડયો હતો. રેન્કિંગ દોરમાં શીર્ષ ઉપર રહેલી કોલંબિયન ટીમે 15 વખત 10 અંક ઉપર નિશાન તાક્યું હતું અને આ દરમિયાન પાંચ નિશાન એકદમ સટીક લાગ્યાં હતાં.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer